સુરતમાં દિન દહાડે મકાનનું તાળું તૂટ્યું- 21 તોલા સોના અને 1 કિલો ચાંદીના દાગીના લઈને તસ્કરો ફરાર

સુરત(Surat): શહેરના લાલ દરવાજા(Lal darwaja) પાસે આવેલા રતી પાર્ક એપાર્ટમેન્ટના એક મકાનનું તાળું તોડી કબાટમાંથી તસ્કરો દ્વારા રૂપિયા 10 લાખની કિંમતનું 21 તોલા સોનુ અને 1 કિલો ચાંદીના દાગીના ચોરી(Jewelry theft) ગયા હોવાના બનાવ સામે આવતા હવે પોલીસ પણદોડતી થઈ ગઈ છે. બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો થયો હોવાની જાણ થયા બાદ સોસાયટીમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર એટલું જ નહીં પણ કોઈ જાણભેદુનો ચોરીમાં હાથ હોવાની આશંકાઓને લઈને પણ મહિધરપુરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘર માલિક સોહિલ નવીનચન્દ્ર આસ્તાવાળાએ જણાવતા કહ્યું હતું કે, આ ઘટના દિવસ દરમિયાન બની છે. હાલ મારી પત્ની બન્ને બાળકોને લઈ છેલ્લા એક મહિનાથી પિયર માતાની દેખરેખ કરવા માટે ગઈ છે. ઘરમાં ફક્ત હું એકલો જ રહું છું. ઘરની માત્ર બે ચાવી છે જેમાં એક ચાવી ઉપર રહેતા ભાઈ પાસે રહે છે.

ચોરી થયા બાદ પીનલ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. તસ્કરો ઘરના મુખ્ય દરવાજાના નકુચા સાથે તાળું તોડી ઘરમાં ઘૂસ્યા હોવાનું પ્રથમ અનુમાન છે. ત્યાર પછી બેડરૂમના કબાટનું તાળું તોડી કબાટમાં મુકેલા 21 તોલા સોનાના દાગીના જેમાં 3 મંગળ સૂત્ર, બે ચેઇન, બંગડી, લકી, પેન્ડલ અને સોનાના સેટ સહિત એક કિલો ચાંદી પણ લઈને તસ્કરો ફરાર થઇ ગયા હતા.

જિંદગીભરની બચત અંતે ચોરના હાથે લાગી: મળતી માહિતી અનુસાર, સોહિલ હીરાની પેઢીમાં સાઇનિંગ મારવાનું કામ કરી રહ્યા છે. જિંદગીભરની બચતના દાગીના ચોરાતા ચકચાર મચી જવા પામી છે. ઘરમાં સવાર સાંજ એમ માત્ર્વ બે સમય ઘર કામ સિવાય ફ્લેટ ખોલવામાં આવતો નથી. જ્યારે રાત્રે સોહિલ માત્ર સૂવા જ આવે છે. ચોરી થયા પછી મહિધરપુરા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *