મહારાષ્ટ્રમાં આવેલ સતારા જિલ્લાના ફલટન શહેરમાં ચોરોએ PPEની કિટ પહેરીને એક જ્વેલરીની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપી છે. આ ઘટના માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનવાળા એક વિસ્તારમાં થઇ હતી અને ચોર CCTVમાં ચોરી કરતા કેદ થઈ ગયાં હતાં. ચોરોએ દુકાનની દિવાલને તોડીને કુલ 20 લાખ રૂપિયાનું 78 તોલા સોનુ ચોરી કરી લીધું હતું. આ ઘટનાથી શહેરનાં લોકો હેરાનીમાં મૂકાઈ ગયાં છે.
સતારાના ફલટન શહેરના રવિવાર પેઠમાં ઘણીમોટી સંખ્યામાં કોરોનાના દર્દી જોવા મળ્યા છે. માટે આ વિસ્તારને છેલ્લાં 15 દિવસથી કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. હીરાચંદ કાંતિલાલ સરાફની રવિવાર પેઠમાં સોના અને ચાંદીની દુકાન આવેલી છે. લોકોની અવર-જવર ઓછી હોવાને લીધે ચોરોએ આ દુકાનમાં ચોરી કરીને પોલીસની તપાસ પર સવાલ ઊભા કર્યા છે. ઘટના બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. CCTVની મદદથી ચોરોની તપાસ ચાલી રહી છે.
PPE કિટ પહેરીને ચોરો સતારા જિલ્લાની એક જ્વેલરીની દુકાનમાં ઘૂસ્યા અને અંદાજે 780 ગ્રામ સોનાના ઘરેણા ચોરીને લઈ ગયા હતાં. પોલીસે મંગળવારે આ ઘટના અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ફલેટન વિસ્તારમાં સ્થિત દુકાનના CCTV ફૂટેજમાં ચોરો સોનાની ચોરી અને ઘરેણાને કબાટમાંથી કાઢતા જોવા મળી રહ્યાં છે. કોરોના વાયરસને લીધે આવેલ લોકડાઉનમાં આ ઘટના 2 દિવસ અગાઉની જણાવવામાં આવી રહી છે.
સામે આવેલ CCTV ફૂટેજમાં ચોર ટોપી, માસ્ક, પ્લાસ્ટિક જેકેટ અને હાથના ગ્લવ્સ પહેરેલા જોવાં મળ્યાં છે. પોલીસે જણાવતાં કહ્યું છે કે, જ્વેલરીની દુકાનનાં માલિકની ફરિયાદ બાદ ફલટન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમણે જણાવતાં કહ્યું છે કે, ચોર કુલ થઇને 78 તોલા સોનુ લૂંટી ગયા છે. દુકાન માલિકે જણાવતાં કહ્યું, કે ચોર દિવાલમાં ગાબડુ પાડીને દુકાનમાં દાખલ થયેલાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle