સમગ્ર દેશમાં APJ અબ્દુલ કલામને ‘મિસાઇલ મેન’ના નામથી ઓળખવામાં આવે છે. APJ અબ્દુલ કલામનું પૂરું નામ ‘અવુલ પાકીર જૈનુલબદ્દીન અબ્દુલ કલામ’ છે. આજે તેઓની અબ્દુલ કલામની પુણ્યતિથિ છે, વર્ષ 2015માં આજના દિવસે જ તેઓનું નિધન થયું હતુ.
દક્ષિણ ભારતીય રાજ્ય તમિળનાડુના જ્યોતિર્લીંગ ધરાવતાં રામેશ્વરમમાં 15 ઓક્ટોબર, 1931 ના રોજ તેઓનો જન્મ થયો હતો. સૌપ્રથમ તેઓ ઉચ્ચ શિક્ષણ બાદ ભારતના સંરક્ષણ વિભાગમાં પણ જોડાયા હતા. તેમણે વર્ષ 2002-2007 સુધી ભારતના 11 માં રાષ્ટ્રપતિ તરીકેનું નેતૃત્વ પણ કર્યું હતું.
એક મધ્યમવર્ગ પરિવારમાં જન્મેલ કલામે પોતાનાં પરિવારની આર્થિક સ્થિતિથી ક્યારેય પણ હતાશ ન થયા. તેમના પિતા એ બોટ ભાડે આપીને તેમાંથી આવતી આવકથી ગુજરાન ચલાવતાં હતાં. જયારે સુબ્રમણિય સાહેબે તેમને ભણવાનું સપનું દેખાડ્યું, ઉડવાનું સપનું દેખાડ્યું હતું ત્યારથી જ તેમને ભણવાની જોરદારની ધગસ લાગી હતી. પોતાનાં પરિવાર તથા ભણવાનો ખર્ચ નીકળે એ માટે તેમણે છાપાં વહેંચવાનું પણ ચાલુ કર્યું હતું.
80 વર્ષથી વધારે ઉંમરના થયા તો પણ લોકોને પ્રેરણા આપવાનું બંધ ના કર્યું હતું. એમનો જીવનસંદેશ તથા બોધપાઠ વધુ ને વધુ લોકો સુધી પ્રસરાવતા ગયા હતાં. આપણા ઘરની આજુબાજુમાં 80 થી વધુ વયનાં જે વૃદ્ધો હશે તેમની કલ્પના પણ કલામ સાહેબ સાથે ખરી ? બીજી એક વાર, તેમનું મૃત્યુ પણ 84 વર્ષની વયે શિલોન્ગની IIMમાં ભાષણ આપતા જ થયું હતું.
જયારે તેઓ દેશના 11માં રાષ્ટ્રપતિ બન્યા હતાં ત્યારે પણ તેમણે રાષ્ટ્રપતિભવનનાં ઉચ્ચકક્ષાનાં જેટલા પણ રૂમ હતા એ બધા સ્ટાફને જ લોક કરાવી દેવા જણાવ્યું હતું અને પોતે એક નાનકડાં રૂમમાં રહેવાનું અને કામ એમ બંને કરતાં હતાં. બીજો એક પ્રસંગ, તેમના રાષ્ટ્રપતિ તરીકેના શાસનકાળ દરમિયાન તેમને તેમના જે કોઈ સબંધીઓ અને મિત્રો મળવા આવતા હતાં. તેમને મેહમાન કક્ષમાં વ્યવસ્થા પુરી પાડી તેમનો બધો ખર્ચો પોતાનાં જ પગારમાંથી આપતાં હતાં.
સુબ્રમણિય સાહેબે પણ તેમને આકાશમાં ઉડવાનું સપનું દેખાડ્યું આ બાદ તો કલામ ક્યારેય ઉભા પણ નથી રહ્યા. પડ્યા તો પણ ઉભા થઇને સપનાની પાછળ દોડ્યા હતાં. આર્થિક સ્થિતિ નબળી છે તો શું થઇ ગયું ? છાપાં વહેંચીને પણ હું મારા સપનાને પૂર્ણ કરીશ એવી એક ધગસ જ તેમના મનમાં જાગી ગઈ હતી.
આજે પણ દેશમાં ધર્મના નામે કેટલાય ખરાબ કાર્યો થાય છે, અને એમાં પણ હિન્દૂ-મુસ્લિમની વચ્ચે તો ખાસ. ખરેખર, જો અબ્દુલ કલામ હોત તો તેમને ખૂબ જ દુઃખ થાતું હોત. તેઓ ધર્મની વ્યાખ્યા આપતા કહે છે, કે “સારા લોકોની માટે ધર્મ એટલે નવા મિત્રો બનવાનો માર્ગ તથા ખરાબ લોકોની માટે ધર્મ એટલે સંઘર્ષનું સાધન!”
તેમનો આ ગુણ એ તેમના પરિવારમાંથી જ અને તેમના આજુબાજુનાં વાતાવરણમાંથી મળેલો હતો. તેમના પિતા પણ રામેશ્વરમમાં આવેલ શિવ મંદિરના પૂજારી શ્રી લક્ષ્મણશાસ્ત્રીના ખાસ મિત્ર હતા. તેમના શાળાના મિત્રો પણ જુદાં-જુદાં સંપ્રદાયના જ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP