Gujarat government’s people-oriented decision: ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટ માટે ગાંધીનગરથી મોટી ખબર આવી છે. સૂચિત સોસાયટી સંદર્ભે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂચિત સોસાયટીઓ સંદર્ભે હયાત કાયદામાં સુધારા અમલી (Gujarat government’s people-oriented decision) બનશે. આગામી 22 મેથી રાજ્યભરમાં આ સુધારો અમલી બનશે.
મહેસૂલ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રક્રિયાઓનું સરળીકરણ કરાઇ રહ્યું છે ત્યારે સૂચિત સોસાયટીનો મુદ્દો પણ ઉકેલવામાં આવશે. સચિવાલયમાં મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જગદીશ પંચાલ વગેરેની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓના દસ્તાવેજીકરણમાં આવી રહેલી અડચણોને દૂર કરવા તથા આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક અંગે મંત્રી પાનસેરિયાએ જણાવ્યું હતું કે, શહેરોનાં પછાત વિસ્તારોમાં આવેલી એવી સૂચિત સોસાયટીઓના નાગરિકો જેઓ વર્ષો સુધી પોતાનું રહેઠાણ હોવા છતાં દસ્તાવેજી માલિકી મેળવવામાં અક્ષમ છે તેમના માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે. એટલું જ નહીં, આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાંકીય, શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભો પ્રાપ્ત કરી શકશે. તે સાથે પછાત વિસ્તારો શહેરના મુખ્ય પ્રવાહ સાથે સંકળાઈ શકશે.
નવા સુધારાથી થશે આ ફાયદાઓ
શહેરોમાં પછાત ગણાતા વિસ્તારોમાં આવેલી અનેક સૂચિત સોસાયટીઓમાં રહેતા નાગરિકોને દસ્તાવેજ થકી માલિકી હક મળ્યો નથી તેમને દસ્તાવેજ દ્વારા માલિકી હક આપવા દસ્તાવેજની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. જેના કારણે વર્ષોથી પોતાનું રહેઠાણ હોવા છતાં તેમના નામે મકાન નહીં કરાવી શકેલા રહીશોને લાભ મળશે. આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાંકીય, શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભો પ્રાપ્ત કરી શકશે. તે સાથે પછાત વિસ્તારો શહેરના મુખ્ય પ્રવાહ સાથે સંકળાઈ શકશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App