આ છોકરાને છે વિચિત્ર બીમારી: ઈચ્છા હોવા છતાં નથી જમી શકતો પોતાના માતા પિતા સાથે…

Strange Illness: દુનિયામાં ઘણા પ્રકારની બીમારીઓ રહેલી છે જેના વિશે લોકો ભાગ્યે જાણતા હોય છે. આજ કારણ છે કે લોકો સામે જ્યારે આવી બીમારીઓનો કિસ્સો સામે આવે છે તો લોકોને પણ આશ્ચર્ય થાય છે. એવી જ એક બીમારી આજકાલ લોકો વચ્ચે ચર્ચાનો (Strange Illness) વિષય બની છે. તેના વિશે જાણ્યા બાદ તમને પણ આશ્ચર્ય થશે. હકીકતમાં આ બીમારીથી પીડિત લોકો પોતાના પરિવારજનો સાથે જમી પણ નથી શકતા.

આજકાલ લોકો પોતાના કામમાં એટલા વધારે વ્યસ્ત થઈ ચૂક્યા છે કે પરિવાર સાથે બેસીને ભોજન કરવું એ ખૂબ મુશ્કેલી ભર્યું થયું છે. પરંતુ દરેક માણસના પ્રયત્નો હોય છે કે તે પોતાના પરિવાર સાથે બેસીને ભોજન લે. પરંતુ આ છોકરાને એક એવી બીમારી છે, જેના લીધે ઈચ્છા હોવા છતાં પણ તે પોતાના પરિવાર સાથે જમી શકતો નથી. અમે વાત કરી રહ્યા છીએ ઇંગ્લેન્ડના લીડ્સમાં રહેતા ગ્રેસન વાઈટટેકરની. જે પોતાના પરિવાર સાથે જમી પણ શકતો નથી.

નથી લીધું પોતાના પરિવાર સાથે ક્યારેય ભોજન
મિરરના રિપોર્ટ અનુસાર આ છોકરાને મિસોફોનીયા નામની એક દુર્લભ બીમારી છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ એક નાના એવા અવાજ આવવાને કારણે પણ ડરી જાય છે. એટલી હદ સુધી કે મોઢામાં ખોરાક ચાવતી વખતે આવતો અવાજ પણ આ બાળકને ડરાવી દે છે. આજ કારણ છે કે આ બાળકને પોતાના જીવનમાં ક્યારેય પણ વાર તહેવારે પોતાના પરિવાર સાથે ભોજન લીધું નથી. જે ખૂબ જ દુઃખ આપે છે.

ગ્રેસનએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેને બાળપણથી જ આ બીમારી છે. જેના લીધે તે શાળામાં પણ જઈ શક્યો નથી. હું આ બીમારીને લીધે એટલો બધો ત્રાહિત છું કે હું કોઈનો અવાજ પણ સાંભળી શકતો નથી. મારી સમસ્યાનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે મેં ક્યારેય પણ મારા પરિવાર સાથે વાર તહેવારે ભોજન લીધું નથી અને તે વાતનું જ મને સૌથી વધારે દુઃખ છે.