ભારે કરી, વિધાનસભામાં કોંગ્રેસના નેતા વિપક્ષ રહેલા આ દિગ્ગજ ધારાસભ્ય જોડાશે ભાજપમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી એક પછી એક દિગ્ગજો હાથ છોડી કમળ પકડી રહ્યા છે. ત્યારે વધુ એક ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, મોહનસિંહ રાઠવા વિપક્ષ નેતા ને કોંગ્રેસની રાજ્ય સરકારમાં મંત્રી પણ થી ચૂક્યા છે.

ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ પકડી લીધું છે. મંગળવારના રોજ મોહન સિંહ રાઠવાએ કોંગ્રેસના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા મોહન રાઠવા દસ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા મોહનસિંહ રાઠવા સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આ ધારાસભ્ય પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. મળતી માહિતી અનુસાર સાંજે 5:00 વાગે કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે.

મોહન રાઠવાના રાજીનામાંથી કોંગ્રેસને ઘણો મોટો ઝટકો લાગ્યો છે. આ સાથે જ આવનારી ચૂંટણીમાં મોહન રાઠવાના ભાજપમાં જોડાવાથી ખરાબ પરિણામ આવી શકે છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થવા લાગી છે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિપક્ષ નેતા સુખરામ રાઠવા પણ કોંગ્રેસ છોડે તેવી શક્યતાઓ સામે આવી રહી છે. જાણવા મળ્યું છે કે વિપક્ષ નેતા સુખારામ રાઠવા પણ ભાજપમાં જોડાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *