આ કપલે લગ્નની 17મી વર્ષગાંઠ પર પાકિસ્તાનને એવો ઝટકો આપ્યો કે, તમે પણ વખાણ કરતા થાકશો નહીં

Protest against Pakistan: કાશ્મીરમાં થયેલા પર્યટકો પર આતંકવાદી હુમલા બાદ આખા દેશમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. દેશભરમાં લોકો પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. દરેક લોકો અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોઈ રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો દોરી (Protest against Pakistan) અથવા ઝંડો મૂકી તેને પગ દ્વારા કચડી રહ્યા છે, તો કોઈ પાકિસ્તાનને યુદ્ધ લડવા માટે લલકારી રહ્યા છે. એવું જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ગાઝિયાબાદના તનુજ ગંભીર નામના દંપતીનો છે. તનુજ ગંભીરે પોતાની પત્ની સાથે પાકિસ્તાનના ઝંડા વાળી કેકને કાપી પોતાનો વિરોધ લગ્નની વર્ષગાંઠ પર વ્યક્ત કરી રહ્યા છે.

તનુજ ગંભીર અને તેની પત્નીના લગ્નને 16 વર્ષથી થઈ ગયા છે. પરંતુ આ વખતે તેમણે પોતાના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ખુશી મનાવવા માટે તે કશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પર્યટકો અને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પાકિસ્તાનને પણ એક સંદેશ આપી રહ્યા છે, કે કઈ રીતે ભારતના એક એક નાગરિકમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો ભરેલો છે. ગુસ્સાને દર્શાવવા માટે ગંભીર દંપતિએ પોતાના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે પાકિસ્તાનના ઝંડા વાળી કેક બનાવી હતી. ત્યારબાદ તેના ટુકડા ટુકડા કરી નાખ્યા. વીડિયોમાં કહેવામાં આવ્યું કે અમે પાકિસ્તાનને કાપી રહ્યા છીએ. તેના ટુકડા ટુકડા કરી રહ્યા છીએ.

તેની સાથે જ એક મેસેજ પણ આપ્યો કે તેમને પોતાના લગ્નની વર્ષગાંઠની ખુબ ખુશી છે. પરંતુ તેમને પહેલગામમાં માર્યા ગયેલ પર્યટકોનો પણ અફસોસ છે. એટલા માટે તેમણે પાકિસ્તાનના ઝંડા વાળી કેક બનાવી. પછી ટુકડા ટુકડા કરી પોતાનો વિરોધ પાકિસ્તાન વિરુદ્ધ દર્શાવ્યો હતો.

ગરીબોને પણ મદદ કરી
ગાઝીયાબાદમાં રહેતા તનુજ ગંભીર ગાઝિયાબાદમાં વેપારી કરે છે. સમયે સમયે સોશિયલ એક્ટિવિટીમાં પણ ભાગ લે છે. લાચાર અને ગરીબ લોકોની મદદ કરવી પણ હંમેશા તેમનું ઉદ્દેશ્ય રહ્યું છે. લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તેમણે કેટલાક ગરીબોની મદદ પણ કરી હતી.