લોકો પોતાના અવનવા ટેલેન્ટને કારણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records)માં પોતાના નામ નોંધાવતા હોય છે. ગેબ્રિએલા પેરાલ્ટા(Gabriela Peralta) અને વિક્ટર હ્યુગો પેરાલ્ટા(Victor Hugo Peralta), આર્જેન્ટિના (Argentina)માં રહેતા એક દંપતી પર બોડી ટ્રાન્સફોર્મેશન (Body Transformation)નું જનૂન સવાર છે.
View this post on Instagram
આ કપલનો ટેટૂનો ક્રેઝ જુઓ કે બંનેએ પોતાના આખા શરીર પર કાળી શાહી ભરીને પોતાનો દેખાવ બદલી નાખ્યો છે. આ કપલે અત્યાર સુધી પોતાના શરીરમાં લગભગ 98 શારીરિક ફેરફારો કર્યા છે. આ સાથે, વિક્ટર હ્યુગો અને ગેબ્રિએલા વિશ્વના સૌથી વધુ ટેટૂવાળા પરિણીત કપલ બની ગયા છે. જેના કારણે તેઓનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગેબ્રિએલા અને વિક્ટર હ્યુગો લગભગ 24 વર્ષ પહેલા બ્યુનોસ આયર્સમાં એક મોટરસાઇકલ ઇવેન્ટમાં મળ્યા હતા. બંનેને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. આ પછી, બંનેને તેમના શરીરના અત્યંત પરિવર્તનની ઇચ્છા હતી. તેથી તેઓએ શરીરના દરેક ભાગે ટેટુઓ કરાવ્યા હતા. તેઓ સ્વીકારે છે કે આમ કરવું સહેલું ન હતું. આ કપલનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે વાયરલ થયો છે.
આંખોમાં પણ છે ટેટૂ:
જાણવા મળ્યું છે કે, આ દંપત્તિના શરીરમાં 50 છેદ બનાવવામાં આવ્યા છે. આટલું જ નહિ, આ સિવાય આ કપલની આંખોમાં પણ ટેટૂ છે. તેમજ દંપતીએ 8 માઇક્રોડર્મલ, 14 બોડી ઇમ્પ્લાન્ટ, 5 ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, 4 કાનની સર્જરી, 2 કાનના બોલ્ટ અને જીભને પણ નથી છોડી.
લોકો ‘નરકના દેવદૂત’ કહે છે:
કપલના સમગ્ર શરીર પર ટેટુ હોવાને કારણે તેઓ ખુબ જ વિચિત્ર દેખાય છે. આ યુગલ આ દુનિયાનું હોય તેવું લાગતું જ નથી. ગેબ્રિએલા અને વિક્ટર હ્યુગોને જોઈને મોટાભાગના લોકોને આશ્ચર્ય થાય છે. આ જ કારણ છે કે, લોકો આ કપલને ‘નરકને દેવદૂત’ કહેવા લાગ્યા છે. જો કે, દંપતી તેમના વિશે લોકો શું વિચારે છે તેની પરવાહ કરતા નથી. કારણ કે તેઓનું માનવું છે કે, ટેટૂ તમને સારી કે ખરાબ વ્યક્તિ બનાવતું નથી. તે માત્ર એક કળા છે. કેટલાક લોકો તેની પ્રશંસા કરશે અને કેટલાકને તે ગમશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.