સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન રમખાણોમાં માર્યા ગયેલા લોકોને યાદ કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, લાખો ભાઈ -બહેનોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ દિવસ ભૂલી શકાય તેમ નથી. ભારત 14 ઓગસ્ટે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ઉજવશે.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે, ‘દેશના ભાગલાની પીડાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. નફરત અને હિંસાને લીધે, આપણા લાખો બહેનો અને ભાઈઓને વિસ્થાપિત થવું પડ્યું અને જીવ પણ ગુમાવવો પડ્યો હતો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અન્ય એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું છે કે, ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ આ દિવસ આપણને ભેદભાવ, દુશ્મનાવટ અને દુરાગ્રહના ઝેરને દૂર કરવા માટે પ્રેરણા આપશે એટલું જ નહીં, પરંતુ તે એકતા, સામાજિક સમરસતા અને માનવીય લાગણીઓને પણ મજબૂત કરશે.
देश के बंटवारे के दर्द को कभी भुलाया नहीं जा सकता। नफरत और हिंसा की वजह से हमारे लाखों बहनों और भाइयों को विस्थापित होना पड़ा और अपनी जान तक गंवानी पड़ी। उन लोगों के संघर्ष और बलिदान की याद में 14 अगस्त को ‘विभाजन विभीषिका स्मृति दिवस’ के तौर पर मनाने का निर्णय लिया गया है।
— Narendra Modi (@narendramodi) August 14, 2021
તમને જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે બંગાળ, બિહાર અને પંજાબમાં કોમી રમખાણો થયા હતા. જેમાં લગભગ 2 લાખ 50 હજારથી 10 લાખ લોકો માર્યા ગયા હતા. જાણો કે મહાત્મા ગાંધી કોમી રમખાણો રોકવા માટે તે સમયે બંગાળના નોઆખલીમાં ઉપવાસ પર બેઠા હતા. તેમણે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પણ ભાગ લીધો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.