Surat Yukta kumari Arrested: સુરતની ત્રણ કેમિકલ કંપનીમાંથી પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે. આ કાળો કારોબાર બે ભાગીદાર ભેગા મળીને કરી રહ્યા છે. નવેમ્બર 2024માં મળેલી આ બાતમીના આધારે, સુરતની એથોસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ, (Surat Yukta kumari Arrested) અગ્રત કેમિકલ્સ અને એસ. આર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં રેડ કરવામાં આવી હતી. તેમાં તપાસ કરતા સતિષ અને યુક્તા નામના બે ભાગીદાર એક વર્ષથી ખોટા બિલો બનાવી વિદેશમાં પ્રતિબંધિત કેમિકલ મોકલતા હોવાનું ખુલ્યું હતું. ‘પેન્ટેલિન’ નામનું પ્રતિબંધિત કેમિકલ મેક્સિકો અને ગ્વાટેમાલ સહિતના દેશમાં મોકલતા હતા. બન્ને આરોપીઓ વિદેશની ‘sinaloa cartel’ નામની ગેંગ સાથે કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. વિદેશી માફિયાઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવા અન્ય દવાના નામે પ્રતિબંધિત કેમિકલ એર કાર્ગો મારફતે મોકલતા હતા
ખોટા બિલો બનાવી વિદેશ મોકલાતું પ્રતિબંધિત કેમિકલ!
ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, સુરતની ત્રણ કેમિકલ કંપનીમાંથી પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે. આ કાળો કારોબાર બે ભાગીદાર ભેગા મળીને કરી રહ્યા છે. નવેમ્બર 2024માં મળેલી આ બાતમીના આધારે, સુરતની એથોસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ, અગ્રત કેમિકલ્સ અને એસ. આર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં રેડ કરવામાં આવી હતી. તેમાં તપાસ કરતા સતિષ અને યુક્તા નામના બે ભાગીદાર એક વર્ષથી ખોટા બિલો બનાવી વિદેશમાં પ્રતિબંધિત કેમિકલ મોકલતા હોવાનું ખુલ્યું હતું. ‘પેન્ટેલિન’ નામનું પ્રતિબંધિત કેમિકલ મેક્સિકો અને ગ્વાટેમાલ સહિતના દેશમાં મોકલતા હતા. બન્ને આરોપીઓ વિદેશની ‘sinaloa cartel’ નામની ગેંગ સાથે કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. વિદેશી માફિયાઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવા અન્ય દવાના નામે પ્રતિબંધિત કેમિકલ એર કાર્ગો મારફતે મોકલતા હતા.
કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ કંપનીની આડમાં કંપની ધમધમતી હતી
તપાસમાં ખુલ્યું છે કે, સતિષ અને યુક્તા ભાગીદારીમાં કામ કરતા હતા. સુરતના જહાંગીરપુરામાં ફાઈવ સ્કવેરના ત્રીજા માળે તેમની ઓફિસ આવેલી છે. એસ.આર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ પ્રાઈવેટ લિમિટેડ નામે કંપની ચાલી રહી છે. આ સિવાય પણ સુરતમાં એથોસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ અને અગ્રત કેમિકલ્સ નામની કંપની ધમધમતી હતી.
ગુજરાત એટીએસ દ્વારા તપાસ શરૂ કરી
આ ઘટના બાદ એક વર્ષમાં અત્યાર સુધી આરોપીઓએ કેટલો આવો પ્રતિબંધિત કેમિકલનો જથ્થો વિદેશ મોકલેલો છે. તેમજ કેટલા રૂપિયાનો વ્યવહાર થયો છે. તે સમગ્ર મામલે ગુજરાત એટીએસ તે દિશામાં તપાસ કરી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App