લોકડાઉનમાં ગરીબો માટે અન્નદાતા બન્યું આ ગુરુદ્વારા, આવી રીતે કરી મદદ

ગરીબ અને બેઘર લોકોની મદદ કરવા માટે દિલ્હીમાં ઘણા લોકો સામે આવી રહ્યા છે.lockdown ને લીધે ગરીબ પરિવારો સામે રોજીરોટીનો સંકટ ઊભું થઈ ગયું છે જેને જોતાં વસંતવિહાર ના આરડબ્લ્યું એ તેમની મદદ કરવાની શરૂઆત કરી.કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ન સુએ એટલા માટે વસંતવિહાર ના ગુરુદ્વારા એ સોમવારે 2001 ના પેકેટ તૈયાર કર્યા જેમણે પોલીસ અને વિસ્તારના એસએચઓ રવિશંકરની મદદ દ્વારા ઝુપડીઓમાં વહેંચવામાં આવ્યા.

વસંત વિહાર ગુરુદ્વારા કમિટીના અધ્યક્ષ કર્નલ એસ.એચ બેદીએ આરડબલ્યુ માટે ગુરુદ્વારાના દરવાજા ખોલી દીધા. સાથે જ તેમણે પોતાના રસોડા અને પોતાના સ્ટાફને પણ ખડેપગે સેવા માં ઉભો રાખી દીધો.

કોરોનાવાયરસના સંક્રમણ એ ઓટો, હાથ રિક્ષા સહિત રોજિંદી મજૂરી પર કામ કરનાર લોકો સામે રોજીરોટીનો સંકટ ઉભુ કરી દીધું છે.એક તરફ સંક્રમણને રોકવા માટે સરકારે lockdown રાખ્યું છે તો બીજી તરફ ગરીબ અને નિરાધાર લોકોની મદદ માટે ઘણા હાથ આગળ વધવાના શરૂ થઈ ગયા છે.

તેની સાથે સાથે પોતાના વિસ્તારોમાં ઘણા લોકો મદદ કરવા માટે વસંતવિહાર ના અધ્યક્ષ ગ્રુપ ઇન્દ્રા અને તેમની ટીમ lockdown થતાં જ એક લાંબી એડવાઇઝરી બહાર પાડી.જેના દ્વારા લોકોની તમામ શંકાઓ ના જવાબ આપવામાં આવ્યા સાથે જ હેલ્પલાઇન નંબરની પણ સુવિધા જાહેર કરવામાં આવી.

આરડબલ્યુ ટીમે જણાવ્યું કે તેમને સૌથી વધારે સહકાર વસંત વિહાર માં રહેતા વૃદ્ધો દ્વારા મળ્યો.વૃદ્ધ લોકોને આવા સમયે કોઇ મુશ્કેલી ન પડે એટલા માટે ટીમે સૌથી પહેલાં વસંત વિહાર માં રહેતા સિનિયર સિટીઝનની એક યાદી બનાવી. ત્યારબાદ વસંત બિહારના સ્વયંસેવકોની યાદી બનાવી જે લોકોની મદદ કરવા માટે ચોવીસ કલાક તૈયાર હોય.

ત્યારબાદ તમામ દુકાનો નું લિસ્ટ બનાવવામાં આવ્યું જે ઘર સુધી ખાવાનું પહોંચાડવા માટે દરેક સમયે તૈયાર હોય અને આખો દિવસ થી સેવામાં ઉભા રહે તેવા ડૉક્ટરોની પણ યાદી બનાવવામાં આવી. આ તમામ જાણકારી એડવાઇઝરી માં જાહેર કરવામાં આવી છે જેનાથી લોકોને સરળતા પડી રહે.

તસ્વીરો પર્તીકાત્મક છે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *