આ દાદાની તો લાઈફ બની ગઈ: વૃદ્ધાશ્રમના 80 વર્ષના ડોસા સાથે યુવાન છોકરીને થયો પ્રેમ, અને પછી…

Viral News: કહેવાય છે કે માણસ પ્રેમમાં આંધળો થઈ જાય છે. પ્રેમ જાતિ, ધર્મ, સમુદાય નથી જોતો. હવે તો એવો સમય આવી ગયો છે કે પ્રેમમાં ઉંમર કે સ્ત્રી પુરુષ પણ જોવામાં નથી આવતું. અમેરિકાની એક છોકરીએ આ વાતને સાબિત કરી દીધી છે. 35 વર્ષીય એક યુવાન છોકરીને (Viral News) એક વૃદ્ધાશ્રમના 80 વર્ષના ડોસા સાથે પ્રેમ થઈ ગયો છે. તે પોતાની સાથે તેને ઘરે લઈ આવી. અને હવે તેણી તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. આથી તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. પરંતુ લોકોની આ વાતની તેના પર કોઈ અસર પડી નથી.

સમાચાર પત્રોના રિપોર્ટ અનુસાર 35 વર્ષની ટીફની ગુડટાઈમનું એક tiktok એકાઉન્ટ છે. જે તેના પર પોતાના જીવન સાથે જોડાયેલી તસવીરો અને વિડીયો પોસ્ટ કરે છે. Tiktok એકાઉન્ટમાં તે પોતાના રિલેશનશિપ વિશે ખૂબ જણાવે છે. તમને જણાવી દઈએ કે ટિફની વિસ્કોન્સિનની રહેવાસી છે. તેણે પોતાના દાદાની ઉંમરના એક વ્યક્તિ સાથે પ્રેમ થયો છે. તેણે જણાવ્યું કે તેને આધેડ વયના પુરુષો જ પસંદ આવે છે.

80 વર્ષના દાદા સાથે છોકરીને થઈ ગયો પ્રેમ
થોડા સમય પહેલા તે એક વૃદ્ધાશ્રમમાં ગઈ હતી જ્યાં તેને એક ૮૦ વર્ષના દાદા દેખાયા હતા. આ દાદા તેને એટલા બધા ગમી ગયા કે ધીમે ધીમે તેને તે રોજ મળવા લાગી અને પછી તેને સાથે જ ઘરે લઈ આવી. બંને એકસાથે એક જ ઘરમાં રહેવા લાગ્યા અને ટૂંક સમયમાં હવે તેઓ લગ્ન કરી રહ્યા છે. ટિફનીએ જણાવ્યું કે તેના આ નિર્ણયને લીધે તેનો પરિવાર ખુશ નથી. પરંતુ આ છોકરીને તેનાથી કોઈ ફરક નથી પડતો.

સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે ટ્રોલ
એક વીડિયોમાં ટિફનીએ જણાવ્યું કે વૃદ્ધ સાથે તેને એટલા માટે પ્રેમ થયો કેમ કે આ વૃદ્ધો તેને 20 વર્ષની હોવાનો અનુભવ કરાવે છે. તેના સોશિયલ મીડિયા પર હજારો ફોલોવર્સ છે. પરંતુ તે લોકો પણ કાયમ તેને ટ્રોલ પણ કરે છે. ઘણીવાર તો લોકો કહે છે કે ટિફની તે વ્યક્તિ સાથે ફક્ત પૈસા માટે છે. આ ઉપરાંત ઘણા લોકો તેને નસીબદાર પણ માને છે. કેટલાક લોકો એવા પણ છે જે તેના પક્ષમાં છે. તેઓનું કહેવું છે કે જો તે બંને એક સાથે ખુશ છે તો તેમણે બીજા શું કહે છે તેની પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. તો એક વ્યક્તિએ કહ્યું કે તેને ફક્ત બેંક એકાઉન્ટ સાથે પ્રેમ છે.