ઈ બિહાર હૈ લાલા! અહીંયા લોકો વાઘને પણ નથી છોડતા, વિશ્વાસ ના આવે તો જોઈ લો વિડિયો

Bihar Tiger Viral Video: સોશિયલ મીડિયા પર ક્યારેય કઈ વસ્તુ વાયરલ થઈ જાય તેનું કંઈ નક્કી હોતું નથી. રોજના ઘણા વિડીયો વાયરલ થાય છે જેને જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. કેટલાક વિડિયો એવા જ હોય છે જે ખૂબ ભયાનક હોય છે. એવામાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં (Bihar Tiger Viral Video) વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથી ઉપર એક માણસ સાથે ખૂંખાર વાઘ પણ બેઠેલો દેખાય છે. વીડિયો જોઈ તમે પણ દંગ રહી જશો અને વિચારશો કે આવું શક્ય કઈ રીતે બને?

પાલતુ કૂતરો છે કે વાઘ?
હકીકતમાં આ વિડીયો બિહારનો હોવાનું સામે આવ્યું છે અને સોશિયલ મીડિયા પર ઘણા લોકો આને શેર કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હાથીની ઉપર એક મોટા વાઘને બેસાડવામાં આવ્યો છે અને તેની બાજુમાં એક માણસ પણ બેઠેલો છે. આવું જોઈ લોકો એમ કહી રહ્યા છે કે ખરેખર આ વાઘ જ છે ને કે પછી કોઈ પાલતુ કૂતરો છે?

વાઘના જ કાન મરડી નાખ્યા
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી ઉપર બે લોકો બેઠેલા છે, જેમાંથી એક લોકોની ભીડને કંટ્રોલ કરી રહ્યો છે તો બીજો બધા લોકો સામે હીરોગીરી બતાવી રહ્યો છે. હીરોગીરી બતાવતા તે વાઘનો એક કાન પકડી રહ્યો છે તો ક્યારેક તેના કાનની જોરથી વળ દઈ રહ્યો છે. માણસોના આ કૃત્યની વાઘ પર કોઈ જ અસર થઈ રહેલી નથી.

લોકોને આવી રહી છે મજા
હવે બિહારથી આવો વિડીયો વાયરલ થાય અને લોકો મજા ન લે એવું કઈ રીતે બની શકે. ભલે આ વિડીયો જૂનો છે પરંતુ લોકો કહી રહ્યા છે કે બિહારમાં કંઈ પણ શક્ય છે. જે કોઈપણ આ વીડિયોને શેર કરે છે તે એ જ લખી રહ્યું છે કે ઈ બિહાર હે બાબુ યહાં ઉડતી ચીડીયા કોભી હલ્દી લગા દેતે હૈ. એ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે ભાઈસાહેબ ક્યાં ફરવા લઈ જઈ રહ્યા છો અને તે પણ હાથી પર બેસાડીને. કેટલાક જીવ દયાપ્રેમી લોકો એવું પણ કહી રહ્યા છે કે આ વાઘ સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.