દક્ષિણ આફ્રિકા: પોતાના બાળકને જન્મ આપવાને કારણે એક મહિલા ચર્ચામાં આવી છે. આ કેસ દક્ષિણ આફ્રિકાના કેપ પ્રાંતના નાના શહેર લિબોડનો છે. મહિલાએ એક એવા બાળકને જન્મ આપ્યો છે જે દેખાવમાં એકદમ વૃદ્ધ લાગે છે. એટલું જ નહીં, ડોક્ટરોએ આની પાછળ આપેલ કારણ વધુ ચોંકાવનારું હતું. 20 વર્ષની મહિલાએ એક છોકરીને જન્મ આપ્યો હતો.
બાળક જન્મતાની સાથે જ હચિન્સન-ગિલફોર્ડ સિન્ડ્રોમથી પીડિત હતી. આ રોગને કારણે બાળકની ઉંમર સામાન્ય બાળક કરતા વધારે દેખાય છે. છોકરીના હાથ ત્રાંસા છે અને તેના ચહેરા પર કરચલીઓ જોવા મળે છે. જ્યારે મહિલાને પ્રસૂતિ પીડા થતી હતી ત્યારે તેની માતાએ એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ જ્યારે એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી ત્યારે તેણે ઘરે જ બાળકીને જન્મ આપ્યો હતો.
ત્યારબાદ છોકરી અને માતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાળકીની દાદીના જણાવ્યા મુજબ, અમને હોસ્પિટલમાં કહેવામાં આવ્યું હતું કે, બાળકી અપંગ છે. જ્યારે મેં તેને જોઇ ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું હતું. તેણી રડી ન હતી. દાદીએ કહ્યું હતું કે, છોકરીને જોઈને મને આઘાત લાગ્યો હતો. છોકરીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ડોક્ટરે જણાવ્યું હતું કે, પ્રોજેરિયા એક દુર્લભ રોગ છે, જેના કારણે બાળકો તેમના જીવનના પહેલા બે વર્ષમાં ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. આવા બાળકોમાં સામાન્ય રીતે જન્મ સમયે કોઈ લક્ષણો હોતા નથી, પરંતુ પ્રથમ વર્ષ સાથે, આ રોગના લક્ષણો જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.