સુરતના આ ધારાસભ્યએ લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી સુરતીઓની દાંતની સારવાર માટે જરૂરી ઓપીજી એક્સરે મશીન મુકાવ્યું

સુરત શહેરમાં મંગળવારના રોજ રાજય સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના દાંત વિભાગને આપવામાં આવેલું રૂા.૧૮ લાખના ખર્ચે અદ્યતન ઓ.પી.જી.ડિઝીટલ એકસરે મશીનનું ધારાસભ્ય હર્ષ સંધવીએ ઉદ્દધાટન…

સુરત શહેરમાં મંગળવારના રોજ રાજય સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના દાંત વિભાગને આપવામાં આવેલું રૂા.૧૮ લાખના ખર્ચે અદ્યતન ઓ.પી.જી.ડિઝીટલ એકસરે મશીનનું ધારાસભ્ય હર્ષ સંધવીએ ઉદ્દધાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સિવિલમાં રોજના ૨૫થી વધુ દાંતના દર્દીઓને આ મશીન થકી અદ્યતન સારવાર ઉપલબ્ધ બનશે. આ અવસરે ધારાસભ્યએ સિવિલના રેડિયોલોજી વિભાગને બે ડિઝીટલ એકસ-રે મશીન ખરીદવા માટે પોતાની ધારાસભ્યની ગ્રાંટ આપવાની જાહેરાત કરી હતી.

એક એકસ-રે મશીન અંદાજીત રૂા.૧૦ થી ૧૨ લાખની કિંમતનું મળે છે. હવે ધારાસભ્યની ગ્રાંટ મળવાથી સિવિલને બે નવા એકસ-રે મશીનો ઉપલબ્ધ થશે. સિવિલમાં દાંતની સારવાર માટે આવતા રોજના ૨૫થી વધુ દર્દીઓ માટે મશીન આશીર્વાદરૂપ બનશે.

દાંત વિભાગને મળેલા અદ્યતન મશીન થકી દાંતના જડબાનો ચેપ, દાંતનો સડો, ડાપણ ડાધ, રૂટ કેનાલ, અકસ્માતના કિસ્સાઓમાં જડબાને થયેલી ઈજાઓનું ચોક્કસ નિદાન કરી સારવાર માટે આ મશીન અત્યંત ઉપયોગી બનશે. આ ઉપરાંત મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સારવાર માટે આ મશીન આશીર્વાદ રૂપ બનશે.

આ પ્રસંગે મેડીકલ કોલેજના ડીન. ડો.ઋુતબરા મહેતા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોલવેલકર, રેડિયોલોજી વિભાગના વડા ડો.પૂર્વી દેસાઈ, આર.એમ.ઓ. કેતન નાયક, ગુજરાત નર્સિગ કાઉન્સીગના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, દિનેશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *