માણસો કરતા તો આ વાંદરો સારી પતંગ ચગાવે છે; વિશ્વાસ ન આવે તો જોઈલો વિડિયો…

Monkey Viral Video: હવે ઉતરાયણને આડે દસ દિવસ પણ નથી રહ્યા અને એવો એક વિડિયો વાયરલ થયો છે જે તમને વિચારવા પર મજબૂર કરી દેશે. જ્યાં માણસની જેમ જ પતંગ (Monkey Viral Video) ચગાવતા એક વાંદરા નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં પતંગ ઉડાડવાની કોશિશ કરી રહેલા એક વાંદરાએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ ચાર લાખ લોકો તેને જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કરતા લખ્યું છે કે વારાણસીમાં એક વાંદરાએ પતંગને પોતાના કાબુમાં લઈ લીધી છે જેને જોઈ સ્થાનિક લોકો પણ આશ્ચર્ય પામી ગયા છે.

લોકોએ આપી પ્રતિક્રિયા
વીડિયોમાં વાંદરાને દોરી પકડી એક પતંગ બાદ ની જેમ સરળતાથી પતંગ ઉડાવતા જોઈ શકાય છે. વાંદરાના આ કારનામાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એક વ્યક્તિ લખે છે કે આ ફક્ત ભારતમાં જ શક્ય છે. તો અન્ય એક લખે છે કે વાંદરાઓની આવડતને 100 સલામ છે.

એક યુઝરે વિડીયો પર રમુજી અંદાજમાં રોટાક્ષ કરતાં લખ્યું કે તેની ફીરકી પકડવા માટે તેની પાસે બીજો વાંદરો પણ નથી. વાંદરાઓ આવા જ હોય છે આ જ પતંગ તુમ્હારા ભાઈ ઉડાએગા.

આવું પહેલી વખત નથી જ્યારે વાંદરાઓ દ્વારા આવી હરકત થઈ હોય. આના પહેલા પણ હરે રામ અને શ્રીરામ જયરામ ના નારા પર પ્રતિક્રિયા કરતા વાંદરાઓના વિડિયો પણ વાયરલ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત વાંદરાઓનો તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં વાંદરાની રસોઈ બનાવતા તેમજ ભાષણ માંજતા જોઈ શકાય છે. કહેવાય છે કે માનવોની ઉત્પત્તિ વાંદરાઓમાં ઉત્ક્રાંતિને કારણે જ થઈ હતી. તેથી જ વાંદરાઓમાં પણ માણસ જેવા લક્ષણો જોવા મળે છે.