હંમેશા ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદના શરીરનું આ અંગ છે નકલી- પોતે જ ખુલાસો કરતા લોકોમાં ફફડાટ

ઉર્ફી જાવેદ(Urfi Javed) હંમેશા પોતાના ડ્રેસ સેન્સ અને બોલ્ડનેસ (Boldness)ને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. ઉર્ફી પોતાનાં કપડાં સાથે સતત વિચિત્ર પ્રકારના પ્રયોગો કરતી રહે છે અને તેને એ વાતનું દુ:ખ બિલકુલ નથી કે લોકો તેના વિશે શું કહેશે. પરંતુ હાલમાં જ ઉર્ફીએ તેના શરીરને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા એક વીડિયોમાં ઉર્ફી એ કહ્યું હતું કે, તેના શરીરનો એક ભાગ નકલી છે.

હાલમાં જ ઉર્ફી એક ઇવેન્ટમાં સામેલ થવા માટે પહોંચી હતી. જ્યાં ઉર્ફીને ચોમાસામાં ખાવા-પીવા વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે ઉર્ફીએ કહ્યું કે તે મકાઈ નથી ખાતી કારણ કે તેના બધા દાંત નકલી છે. ઉર્ફી વિશે આ સત્ય જાણીને બધા ચોંકી ગયા છે. ઉર્ફી આગળ કહે છે, ‘જો હું મકાઈ ખાઉં તો મારા બધા દાંત તૂટી જશે કારણ કે મારા બધા દાંત નકલી છે.’ જો કે, આ પછી ઉર્ફીએ કહ્યું કે તે ખાવાની ખૂબ શોખીન છે અને તે સતત કંઈક ને કંઈક ખાતી રહે છે.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદનું નામ તાજેતરમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા એશિયનોની યાદીમાં સામેલ થયું છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં ઉર્ફીએ બધાને પાછળ છોડી દીધા છે. જો કે ઘણી બધી સેલિબ્રિટીઓએ પણ આના પર પ્રતિક્રિયા આપી હતી અને કેટલાક લોકોએ તેના પર વાંધો પણ ઉઠાવ્યો હતો. જેના પછી ઉર્ફીએ આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તે લોકો મને લાયક નથી માનતા, જે લોકો આ લિસ્ટમાં નથી. આ પછી ઉર્ફીને ઘણી ધમકીઓ પણ મળી ચુકી છે.

જાણવા માળ્યું છે કે, તેણે ઉદયપુરની ઘટના પર પોસ્ટ કર્યું ત્યારે લોકોએ અફવા ફેલાવી હતી કે, એક્ટ્રેસે આત્મહત્યા કરી લીધી છે. આ સાથે તેણે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને હત્યારાઓના સમર્થનમાં પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જોકે, એક્ટ્રેસે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. આ દુનિયામાં શું થઈ રહ્યું છે તે કહ્યું. ‘શું થઈ રહ્યું છે આ દુનિયામાં? મને જાનથી મારી નાખવાની ઘણી ધમકીઓ મળી રહી છે. કોમેન્ટ આવી રહી છે કે તે લોકો મારા હત્યારા સાથે ઊભા છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *