આ પાયલોટે કરાવ્યું વિમાન ક્રેશ, જાણો કારણ એટલું જ હતું કે ગઈ કાલે તેની પત્ની સાથે…

સામાન્ય રીતે કોઈ પણ સબંધ ઝઘડા વગર પુરા થતાજ નથી, અને આપણે જોઈએ તો લગ્ન પછી પતિ અને પત્ની માં ખુબજ ઝઘડાઓ થતા હોય છે, અને તેના કારણે પતિ અથવા પત્ની કોઈ પણ ખુશ રહી શકતું નથી. રોજ બરોજના ઝઘડાથી કંટાળી ને લોકો રોજે રોજ ડીપ્રેશન માં આવતા જાય છે અને કોઈ પણ જગ્યાએ તેના કામ કરવાની મજા નથી આવતી. સામાન્ય રીતે જોબ પર જતા લોકોને આવી સમસ્યા થાય તો પણ કામ માં ધ્યાન રહેતું જ નથી.આવીજ એક ઘટના મલેશિયામાં બની હતી, જેના કારણે ઘણા બધા જીવોને જીખામમાં નાખ્યા હતા.

iAds

મલેશિયન એરલાઈન્સનુ વિમાન એમએચ-370 ચાર વર્ષ પહેલા લાપતા થયુ હતું. આજે પણ તેની કોઈ ભાળ મળી નથી. આજે પણ વિમાનનો અકસ્માત રહસ્યમય રહ્યોં છે ત્યારે મલેશિયાના એક મીડિયાએ કરેલા દાવાથી સનસની મચી ગઈ છે. હતભાગી વિમાનના પાયલોટ જાહિરી શાહના દોસ્તે દાવો કર્યો છે કે, જાહિરીનો પત્ની સાથે વિવાદ ચાલી રહ્યોં હતો. તેની માનસિક હાલત ઠીક ન હતી તેથી તે પ્લેનને 40000 ફૂટની ઉંચાઈ પર લઈ ગયો હતો.

મિત્રનો દાવો છે કે, જાહિરી શાહે ચતૂરાઈ પૂર્વક કોઈ કારણ આપીને વિમાનના કો પાયલોટને કોકપિટની બહાર મોકલી દીધો હતો. જેથી તે વિમાન ક્રેશ કરાવી શકે. જાહિરી શાહનું એલાઈન્સની મહિલા ક્રુ મેમ્બર્સ સાથે અફેર પણ હતુ. આ વાતની ખબર તેની પત્નીને પણ હતી અને તેના કારણે બંનેની વચ્ચે વિવાદ થતો હતો.

પાયલોટના મિત્રનું કહેવુ છે કે, દુર્ઘટનાના દિવસે પાયલોટ જાહિરી શાહનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. એ પછી તેઓ ડ્યુટી પર આવ્યા હતા. કન્ટ્રોલ રૂમ સાથે સંપર્ક તુટી ગયા બાદ તેમણે વિમાનની ઉંચાઈ વધારી હતી અને ત્યાંથી વિમાનને સીધુ હિન્દ મહાસાગરમાં પડવા દીધી હતુ. જ્યારે વિમાને સંપર્ક ગુમાવ્યો ત્યારે તે 35000 ફૂટની ઉંચાઈ પર હતુ. અન્ય એક વિશેષજ્ઞને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ દુર્ઘટના પાછળ પાયલોટના અંગત જીવનનો વિખવાદ જવાબદાર હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Trishul News