કોરોનાવાયરસની મહામારીના કારણે અન્ય દેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ભારત સરકારે એક મોટી યોજના તૈયાર કરી છે. ભારત સરકારે વિદેશોથી પાછા આવનાર લોકો માટે એક કિંમત નક્કી કરી છે.ત્યાંથી પાછા ફરનારા લોકોને જાતે જ ભાડું આપવું પડશે.
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી છે.તેમણે જણાવ્યું કે યુરોપમાંથી પાછા આવવા માટે 50 હજાર રૂપિયા અને અમેરિકાથી પાછા આવવા માટે એક લાખ રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ જણાવ્યું કે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લેવા માટે ૭ મેથી ૧૩મી મે સુધી 64 વિમાનનું આવાગમન થશે. તેમણે જણાવ્યું કે પહેલા અઠવાડિયામાં 15 ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે.
હરદીપસિંહ જણાવ્યું કે લંડનથી મુંબઈ, લંડન થી અમદાવાદ, લંડનથી બેંગ્લોર અને લંડનથી દિલ્હી માટે 50 હજાર રૂપિયા આપવાના રહેશે. તેમજ શિકાગોથી દિલ્હી, શિકાગોથી હૈદરાબાદ માટે લગભગ એક લાખ રૂપિયા આપવા પડશે. તેમજ સેનફ્રાન્સિસ્કો અને new york થી પાછા ફરવા માટે એક લાખ રૂપિયા આપવાના રહેશે.
જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર વિદેશોમાં ફસાયેલા 14,800 લોકોને પાછા લાવવા માટે આવનારા અઠવાડિયામાં ઓછામાં ઓછી 64 ફ્લાઇટનું સંચાલન કરશે. આ યોજનાની શરૂઆત બુધવારથી થશે. વિશેષ વિમાન અમેરિકા, kuwait, ફિલીપાઇન્સ, બ્રિટન, સાઉદી અરબ, મલેશિયા અને સંયુક્ત અરબ અમીરાત મોકલવામાં આવશે. તેમાંથી મોટાભાગની ઉડાનો એર ઇન્ડિયા દ્વારા સંચાલિત કરવામાં આવશે.તેમાંથી તેઓને પાછા લાવવામાં આવે એ દરમિયાન સામાજિક અંતર રાખવા નિયમોનું કડક પાલન કરવામાં આવશે અને આ વિશેષ ફ્લાઈટમાં ૨૦૦થી ૩૦૦ યાત્રિકોને બેસવાની પરવાનગી મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news