વેલેન્ટાઇન્સ ડે ના દિવસે મફતમાં બર્ગર ખવડાવશે અહિયાંનું આ રેસ્ટોરન્ટ, જાણો ફાટફાટ

Valentine’s Day: વેલેન્ટાઇન્સ દિવસ નજીક આવી રહ્યો છે અને આ દિવસે પ્રેમી પંખીડા પોતાના પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરવા માટે અલગ અલગ રીત અપનાવતા હોય છે. કોઈ પોતાના પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જાય છે, તો કોઈ તેમને મોંઘી ભેટ સોગાદ આપે છે. (Valentine’s Day) તેમજ કેટલાક લોકો પોતાના જૂના પ્રેમને યાદ કરીને આંસુ વહાવે છે. આ આંસુ વહાવવા વાળા પ્રેમીઓ માટે દુબઈના એક રેસ્ટોરન્ટે ગજબની ઓફર આપી છે. આ રેસ્ટોરન્ટમાં લોકોને મફતનું બર્ગર વેલેન્ટાઇન્સ ડે ના દિવસે મળશે, બસ તેમણે આ એક કામ કરવું પડશે… અને વિશ્વાસ કરો આ કામ કરવાથી તમારા મનને શાંતિ મળશે.

Instagram એકાઉન્ટમાં દુબઈ સાથે જોડાયેલા ઘણા રોચક તથ્યો શેર કરવામાં આવે છે. એમાં ઘણી પોસ્ટ દુબઈના અલગ અલગ રેસ્ટોરન્ટ અને હોટલ સાથે પણ જોડાયેલા હોય છે. આવી જ એક પોસ્ટ દુબઈના સ્લો રેસ્ટોરન્ટ સાથે જોડાયેલી પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે વેલેન્ટાઇન્સ ડે વાળા દિવસે, આ રેસ્ટોરેન્ટ લોકોને મફતમાં બર્ગર આપશે પરંતુ તમારે એક જરૂરી કામ કરવું પડશે.

રેસ્ટોરન્ટ આપશે મફતમાં બર્ગર
હકીકતમાં આ ફ્રી બર્ગર એવા લોકોને મળશે જે પોતાના એક્સ પાર્ટનર, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડની તસ્વીરને રેસ્ટોરન્ટમાં આવી તેના શ્રેડ કરશે, એટલે કે નાના નાના ટુકડામાં કાપશે. ઘણા લોકો ટોક્સિક રિલેશનશિપમાં હોય છે. પોતાના પાર્ટનરથી એટલા ત્રાહિત થઈ જાય છે કે તેમને છોડવા પડે છે. પરંતુ તેમ છતાં તેને ભૂલી શકતા નથી. આવા લોકો માટે રેસ્ટોરન્ટની આ એક્ટિવિટી તમને ખૂબ શાંતિ આપશે, કારણકે લોકો ગુસ્સામાં પોતાના એક્સ પાર્ટનરની તસ્વીરને જરૂરથી કાપી નાખશે.

 

View this post on Instagram

 

A post shared by Time Out Dubai (@timeoutdubai)

વિડીયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડથી વધારે લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે ઘણા લોકોએ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ કહ્યું કે તે પોતાના એક્સ પાર્ટનરની તસવીરને ક્યારેય પણ સુરક્ષિત નહીં રાખે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તે બર્ગરના પૈસા આપી દેશે પરંતુ તે વ્યક્તિના ફોટોને સ્કેન કરવાના પૈસા નહીં આપે. તો અન્ય એક વ્યક્તિએ કંઈક અલગ જ પૂછ્યું છે 3 એક્સ પાર્ટનર હોય તો શું કરવું, તે 3 તસવીર ફાડશે તો તેને 3 બર્ગર મળશે?