આ બેન તો ગોપી વહુની માં નીકળી, મહાકુંભમાં ઓનલાઇન સ્નાન તમે જોયું કે નહીં?

Mahakumbh Viral Video: 26 ફેબ્રુઆરી એટલે કે બુધવારના રોજ મહાશિવરાત્રીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે અને આ જ દિવસે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ મેળાનું સમાપન પણ થશે. એવામાં શ્રદ્ધાળુઓ વચ્ચે ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવા માટે હોડ મચેલી છે. જે લોકો કોઈ (Mahakumbh Viral Video) કારણે સંગમ સ્નાન માટે નથી જઈ શકતા તેઓ ત્યાંથી આવેલા પવિત્ર જળને પોતાના પર છંટકાવ કરી સંતોષ માની લે છે. પરંતુ આ દરમિયાન મહાકુંભ પહોંચેલી એક મહિલાએ પવિત્ર ડુબકી લગાવતી વખતે કંઈક એવું કર્યું જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

વાયરલ થઈ રહેલ વીડિયોમાં મહિલાને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવતી વખતે ફોનને પણ ડુબકી લગાવતા જોઈ શકાય છે. વિડિયોમાં તમે જોશો કે જ્યારે મહિલા ત્રિવેણી સંગમમાં પોતાનો ફોન ડુબાડી રહી હતી, ત્યારે કથિત રીતે તેના પતિનો વિડીયો કોલ ચાલુ હતો. ફોન ને નુકસાન થવાની ચિંતા કર્યા વગર મહિલાએ પતિને પણ ડિજિટલ ડુબકી લગાવડાવી હતી.

આ વાયરલ વિડીયો એક્સ પર સ્વાતિ ચૌહાણ નામના એક યુઝરે અપલોડ કર્યો હતો. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે સાથ નિભાના સાથિયાની ગોપી વહુની યાદ અપાવી દીધી. સ્વાતિએ લખ્યું કે મહિલાની હરકતો ગોપી વહુ સાથે મળતી આવે છે.

કોણ છે ગોપી વહુ અને કેમ થઈ રહી છે તુલના?
જણાવી દઈએ કે ગોપી વહુનો એક વિડીયો ઘણા વર્ષો પહેલાં વાયરલ થયો હતો. જેમાં તે અને તેની સાસુ કોકીલાબેન રસોડે મે કોન થા? પર ચર્ચા કરતા દેખાઈ રહ્યા હતા. જે લોકો નથી જાણતા તેમના માટે ટીવી સીરીયલનો આ સીન દર્શાવે છે કે ગોપી વહુએ ચૂલા પર ખાલી કુકર રાખ્યું હતું. આ ઉપરાંત ગોપી વહુનો વધુ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે લેપટોપને સાબુ વડે ધોતી દેખાય હતી. હવે તમે સમજી જ ગયા હશો કે ડુબકી લગાવનારી મહિલાની તુલના ગોપી વહુ સાથે કેમ કરવામાં આવી રહી છે.