હવે બવ થયું સાપુતારા-મહાલ! ગુજરાતને મળ્યું આ ખાસ નવું હિલ સ્ટેશન- વિડીયો જોઇને કાશ્મીર મનાલી ભૂલી જશો!

હવે ગુજરાતીઓએ તો સાપુતારા અને મહાલને ઘસી નાખ્યું છે. કોઈને પણ પૂછીએ.. ક્યાં ફરવા જાવ છો? તો સાપુતારા, સાપુતારા અને સાપુતારા જ. પણ હવે ગુજરાતને…

હવે ગુજરાતીઓએ તો સાપુતારા અને મહાલને ઘસી નાખ્યું છે. કોઈને પણ પૂછીએ.. ક્યાં ફરવા જાવ છો? તો સાપુતારા, સાપુતારા અને સાપુતારા જ. પણ હવે ગુજરાતને એક નવું હિલ્સ સ્ટેશન મળ્યું છે. જેને જોઇને દરેક ગુજરાતીઓ ત્યાં જવાનું પસંદ કરશે. અને સાપુતારાથી પણ વધુ આનંદ માણી શકશે.

‘વિલ્સન હિલ્સ’ એ ગુજરાત રાજ્યમાં આવેલું એક હિલ સ્ટેશન છે. તે ધરમપુર તાલુકાની નજીક છે અને સુરતનું સૌથી નજીકનું હિલ સ્ટેશન પણ છે. હાલ પ્રવાસન વિભાગ અહીં પણ વિકાસના પ્રોજેક્ટ માટે વિચારી રહ્યું છે. વિલ્સન હિલ પંગરબારી વન્યજીવ અભયારણ્યની નજીક ગીચ જંગલવાળા પ્રદેશમાં છે. તે વિશ્વના કેટલાક હિલ સ્ટેશનોમાંથી એક છે.

વિલ્સન હિલ્સ પંગરબારી વન્યજીવ અભયારણ્યની નજીક ગીચ જંગલવાળા પ્રદેશમાં છે. તે વિશ્વના કેટલાક હિલ સ્ટેશનોમાંથી એક છે જ્યાંથી સમુદ્રની ઝલક શક્ય છે. તેની સરેરાશ ઊંચાઈ 750 મીટર એટલે કે 2500 ફુટની છે. વિલ્સન હિલ્સ ઉનાળાના મહિનાઓમાં લોકપ્રિય છે કારણ કે તે આસપાસના વિસ્તાર કરતાં ઠંડુ અને ઓછું ભેજવાળું વાતાવરણ ધરાવે છે. આ સ્ટેશન ધરમપુર શહેરથી 27 કિમી દૂર છે. આરસમાંથી બનેલી પ્રખ્યાત “છત્રી” આ સ્થળનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા લોકો માટે તે શ્રેષ્ઠ સાઇટ્સમાંની એક છે.

આ હિલ સ્ટેશનનું નિર્માણ વિલ્સન અને ધરમપુરના અંતિમ રાજા વિજય દેવજીએ આરંભ કર્યું હતું. વિલ્સન મુંબઈના ગવર્નર હતા. તેમની યાદમાં આ હિલ સ્ટેશનનું નામ વિલ્સન રાખવામાં આવ્યું છે. સાપુતારા હિલ સ્ટેશનની સરખામણીમાં આ હિલ સ્ટેશન થોડુ નાનુ છે. પરંતુની સૌથી વધુ પોપ્યુલર છે. જે સર્પાકાર આકારમાં છે. જો ચોમાસામાં ક્યાંય જવા માંગો છો તો આ હિલ સ્ટેશન પરફેક્ટ લોકેશન છે. અહી હરિયાળીથી ઢંકાયેલી પહાડી, વાદળોનુ ચાદર ઓઢતુ અદભૂત દ્રશ્ય, તથા ચારેતરફ છવાયેલુ ધુમ્મસ જોઇને તમે ખુશ થઇ જશો.

વિલ્સન હિલ સ્ટેશનમાં જો જોવા લાયક સ્થળોની વાત કરીએ તો અહિયાં વિલ્સન હિલ્સ મ્યૂઝિયમ, સંગેમરમર છત્રી, ધરમપુર શહેર, ઓઝોન ઘાટી, શંકર વોટરફોલ વગેરે છે. આ ઉપરાંત ધરમપુર શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર બિલપુડી ટ્વીન ઝરણુ છે, જેને લોકો માવલી માતા ઝરણા નામથી પણ ઓળખે છે. આ ઝરણા પરથી 20 ફીટ ઉંચાઈથી પાણી પડતું હોવાથી તે ખુબ જ સુંદર દેખાય છે.

તે ઉપરાંત આ હિલ્સ સ્ટેશન પર રહેવા માટેની રિસોર્ટ અને જમવા માટે રેસ્ટોરેન્ટની પણ સુવિધાઓ છે. આ સિવાય જો તમે ખાવાપીવાની ચીજ વસ્તુઓ લઇ જાઓ છો તો પણ ત્યાં અનેક જગ્યાએ ઝુપડીઓ પણ છે. જેથી તમને અગવડતા ન પડે. વિલ્સન હિલ્સ પંગરબારીમાં આવેલું હોવાથી અમુક સુવિધાઓનો ન પણ મળી શકે.

વિલ્સન હિલ્સ સુધી પહોંચવાનો ફક્ત એક રસ્તો જ ઉપલબ્ધ છે. વિલ્સન હિલ્સ સુરત શહેરની દક્ષિણ-પૂર્વમાં લગભગ 130 કિમીના અંતરે આવેલું છે. અહીં 20 કિમીનો લાંબો, ઊભો અને વળાંકવાળો રસ્તો છે. સડક માર્ગ તેથી NH 48 અને પાછળથી GJ SH 181 થી 54 કિમી દુર છે. વધુમાં, આ સ્થળ GJ SH 181 પર વલસાડ શહેરથી લગભગ 60 કિમી દુર આવેલું છે. તે ઉપરાંત અમદાવાદથી લગભગ 485 કિમી, ધરમપુરથી 27 કિમી દુર, મુંબઈથી 250 કિમી , સાપુતારાથી 120 કિમી, નવસારીથી 80 કિમી દુર આવેલો છે. આ ઉપરાંત સૂરત એરપોર્ટથી 99 કિમી દૂર છે. નેશનલ હાઈવે 48 પરથી ડ્રાઈવ કરીને તમે અહીં પહોંચી શકો છો.

વિલ્સન હિલ્સ ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. આ સિવાય ત્યાં તમે સુંદર અને સૌંદર્યમય જગ્યાઓની આનંદ લઈ શકો છો. અહી શહેરની પૂર્વ દિશામાં GJ SH 181 સાથે લગભગ 25 કિમીના અંતરે ટેકરીઓ આવેલી છે. અહી પીકનીક માટે અને ટ્રેકિંગ માટે પણ લોકો આવતા જોવા મળે છે. ત્યાં એડવેન્ચરની પણ સુવિધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *