ડુંગળી અને લસણ બાદ આ વસ્તુ પણ હવે તમારી ડીસમાં જોવા નહીં મળે, ભાવ છે આસમાને

દિવસેને દિવસે રોજિંદી જરૂરિયાતની ખાવાની વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પહેલા ડુંગળી, બાદમાં લસણ અને હવે તુવેર દાળના ભાવ ધરખમ વધારો થતાં ગૃહિણીઓના…

દિવસેને દિવસે રોજિંદી જરૂરિયાતની ખાવાની વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પહેલા ડુંગળી, બાદમાં લસણ અને હવે તુવેર દાળના ભાવ ધરખમ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. લોકો સતત ટેન્શન અનુભવી રહ્યા છે કે, આમ ને આમ જો એક પછી એક તમામ વસ્તુઓના ભાવ વધશે તો માણસે શું ખાવુ. ધીરે ધીરે કરીને થાળીમાં જરૂરી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. શાકભાજી અને ડુંગળીના ભાવે તો પહેલેથી જ લોકોની કમર તોડી છે, ત્યાં હવે વિવિધ દાળના ભાવ માં વધારો નોંધાયો છે. ત્યારે બીજી તરફ, લોકો મોદી સરકાર તરફ આશા લગાવીને બેસી રહ્યા છે કે, ક્યારે આ કમરતોડ ભાવમાંથી મુક્તિ મળશે.

કમોસમી વરસાદનો માર ખેડૂતો અને ગૃહિણીઓ પર પડી રહ્યો છે. ખેડૂતોને અનાજ-શાકભાજીના ભાવ નથી ઉપજતા અને ગૃહિણીઓને મોંઘાભાવે વસ્તુ ખરીદવી પડી રહી છે. પહેલા ડુંગળી પછી લસણ અને હવે એમાં તુવેરદાળનો ઉમેરો થયો છે જેના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ભોજનમાં જરૂરી આવી સામાન્ય ખાદ્ય સામગ્રીના ભાવ આસમાને પહોંચતા ઘરનું બજેટ ખોરવાયું છે.

તુવેરદાળનો ભાવ હાલ 100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. તેની સાથે અડદની દાળના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. એવા સમયે સતત વધતા ફુગાવા સામે સરકાર ભાવોને નિયંત્રણમાં લાવે તેવી પણ વેપારીઓ અને લોકો માંગ કરી રહ્યાં છે. દેશના મેટા મહાનગરો દિલ્હી, કલકતા અને ચેન્નઈમાં કાંદાના ભાવ 100થી 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે, જે માર્કેટમાં કાંદાની સપ્લાય નહીં વધે તો ભાવો આનાથી પણ વધુ વધી શકે છે. બીજી તરફ, દિલ્હીમાં તુવેર 98 રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂકી છે.

સરકારે તુવેરદાળની આયાતનો 4 લાખ કવોટા નકકી કર્યો છે. જોકે, વેપારીઓએ હજી સુધી 2.15 લાખ ટન જ આયાત કરી છે. મૂળે સરકારે પહેલા તમામ વેપારીઓને આદેશ આપતા વિદેશોથી ખરીદેલી દાળને ઓકટોબર મહિનાના અંતમાં જ ભારત લાવવાના નિર્દેશ આપી દીધા હતા, પરંતુ હવે આ તારીખને આગળ વધારીને 15 નવેમ્બર 2019 કરી દીધી હતી.

જો કે વેપારીઓની માગ તારીખને વધારીને 31 ડિસેમ્બર સુધી કરવાની કરી હતી. સૂત્રો મુજબ હજુ સુધી સવા 2 લાખ ટન દાળ આયાત થઈ છે. સરકાર ફરી એક વાર ડેડલાઈન વધારવાની તૈયારી કરી ચૂકી છે. અહીં નોંધનીય છે કે, સરકાર 31 ડિસેમ્બર સુધી આયાતની ડેડલાઈન વધારી શકે છે. આ પહેલા પણ સરકારે 15 નવેમ્બર સુધી તુવેર આયાતની ડેડલાઈન વધારી હતી.

લસણના ભાવ ઉપર પણ અંકુશ નથી

લસણના ભાવ પર નજર કરીએ તો, લસણના ભાવમાં સીધો જ 25 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. જૂન પહેલા લસણનો હોલસેલ ક્વિન્ટલ ભાવ 6000 રૂપિયા હતા, જે લસણનો હોલસેલ ક્વિન્ટલ ભાવ 8 હજાર રૂપિયાથી 14 હજાર રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે, જે લસણ પહેલા હોલસેલ બજારમાં 60 રૂપિયે વેચાતુ હતું, તે હવે 80 થી 140 રૂપિયા પર પહોંચી ગયું છે. તો બીજી તરફ, લસણનો રિટેલ ભાઈ 120-140 હતો, તેને બદલે હવે 200-240 વસૂલવામાં આવી રહ્યા છે. જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. કમોસમી વરસાદના કારણે પાકને નુકશાન જતા ભાવ વધારો થયો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકશાન થતા લસણનો પાક મોડે આવશે. લસણની આવકમાં 25 ટકાનો ઘટાડો થતા ભાવ વધારો થયો છે. એટલે જ્યાં સુધી લસણનો નવો જથ્થો માર્કેટમાં નહિ ઠલવાય ત્યાં સુધી લોકોને લસણના વધુ રૂપિયા ચૂકવવા પડશે.

ડુંગળીનો ભાવ તો બજેટ બહાર પહોંચ્યો

સ્થાનિક માર્કેટમાં ડુંગળીના છુટક ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી જતા લોકોની થાળીમાંથી ડુંગળી ગાયબ થઇ રહી છે. છેલ્લા 3 દિવસોમાં જ ડુંગળીની કિંમતમાં 20 થી 30 રૂપિયા જેટલો વધારો થતાં આમ આદમીનું બજેટ ખોરવાઇ ગયું છે.વેપારીઓના જણાવ્યા મુજબ 15 ડિસેમ્બર પહેલા ડુંગળીના ભાવમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા નથી. ઓક્ટોબર મહિનામાં ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને કારણે નવેમ્બર-ડિસેમ્બરમાં ઉતરનારો ડુંગળીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઇ ગયો. જેના કારણે ડુંગળીની કિંમતોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. હાલ સ્થિતિ એવી છે કે ગણ્યાગાંઠ્યા 4-5 રાજ્યો જ દેશના મોટાભાગના વિસ્તારોમાં ડુંગળી પૂરી પાડી રહ્યા છે જેના કારણે ડુંગળીની માંગ પૂર્ણ થઇ શકતી નથી. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ડુંગળીની વધતા ભાવોને કાબૂમાં લેવા આયાતથી લઇને લોકોને સસ્સા ભાવે ડુંગળી પૂરી પાડવા સહિતના અનેકવિધ પગલાંઓ લેવાની શરૂઆત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *