આપણા દેશમાં રહસ્યમય મંદિરોની કોઈ અછત જ નથી. અમુક જગ્યાએ મંદિર હવામાં ઝૂલતા થાંભલાઓ પર ટક્યા છે, અને ક્યાંક ગરમ પર્વત પર પણ કુદરતી ઠંડી હવા ફૂંકાય છે.આપણા દેશમાં ચમત્કારિક મંદિરોની સારી એવી યાદી છે. એક અનોખા શિવ મંદિરની કહાની જણાવી રહ્યા છીએ. જે 39 વર્ષમાં પૂર્ણ થયું હતું. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે ભોલે બાબા પોતે આ સ્થળે આવ્યા હતા.
આ મંદિર હિમાચલ પ્રદેશના સોલનમાં આવેલું છે. તે એશિયાનું સૌથી ઊંચુ શિવ મંદિર પણ માનવામાં આવે છે. દક્ષિણ-દ્રવિડ શૈલીમાં બનેલા આ મંદિરનું નામ જટોલી શિવ મંદિર છે. આ મંદિરની ઊંચાઈ લગભગ 111 ફૂટ છે. આ મંદિરમાં પથ્થરો થપથપાવતા ડમરુ જેવો અવાજ આવે છે.
પૌરાણિક કાળમાં ભગવાન ભોળાનાથ પણ અહીં આવ્યા હતા અને થોડો સમય રોકાયા પણ હતા.1950ના દાયકામાં સ્વામી કૃષ્ણાનંદ પરમહંસ નામના બાબા અહીં આવ્યા હતા. જેમના માર્ગદર્શન હેઠળ જટોલી શિવ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. તેમણે વર્ષ 1974 માં આ મંદિરનો પાયો નાખ્યો હતો. જોકે તેમણે 1983 માં સમાધિ લીધી હતી, મંદિરનું નિર્માણ કાર્ય અટક્યું ન હતું. તેનું કામ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થવામાં લગભગ 39 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.