એવી તો કેવી માનતા માની હતી કે, પૂરી થતા અમેરિકાથી કબરાઉ ધામ મોગલ આવી પહોંચી આ મહિલા

ગુજરાત રાજ્યમાં આવેલા કચ્છમાં એક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. કચ્છના કબરાઉ માં આવેલું મોગલ ધામ ખુબ જ પ્રસિદ્ધ અને દિવ્ય મંદિર આવેલું છે. આ ધામમાં…

ગુજરાત રાજ્યમાં આવેલા કચ્છમાં એક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. કચ્છના કબરાઉ માં આવેલું મોગલ ધામ ખુબ જ પ્રસિદ્ધ અને દિવ્ય મંદિર આવેલું છે. આ ધામમાં મોગલ માતા હાજરા હજૂર બીરાજમાન છે. અહી મોગલમાં એ ભક્તોને અનેક પરચા બતાવ્યા છે.

મોગલ ધામમાં માનતા પૂર્ણ થયા બાદ દર્શન માટે આવતા લોકોની ખુબ જ ભીડ જોવા મળે છે. અહી આવતા ભક્તોની મનોકામના માત્ર માં મોગલને યાદ કરતા જ પૂર્ણ થઈ જાય છે અને મનની તમામ ચિંતાઓ દૂર થઇ જાઈ છે. આવા ભક્તો તુરંત જ માતાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દોડી આવતા હોય છે.

માં મોગલના પરચા તો અપરંપાર છે. મોગલ માં પોતાના ભકતને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી. માં મોગલનો અઢાળે વરણની માતા કહેવાય. માં મોગલને પૂરી શ્રધા અને આસ્થાથી પ્રાથના કરીએ એટલે માં મોગલ ભકતોના તમામ દુઃખ દૂર કરી દે છે. માં મોગલના દર્શન માટે દેશ વિદેશથી લોકો આવે છે. અહીં પોતાની માનતા પૂરી થતા દર્શન માટે સેકડો ભક્તો આવે છે.

આજે અમે જે ભક્તની વાત કરવા જઈ રહ્યા છીએ તે અમેરિકાથી પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યા છે. આ મહિલા 50 હજાર રૂપિયા લઈને માં મોગલના દર્શન કરવા માટે આવી હતી. તે મહિલાએ મણીધર બાપુના હાથમાં પૈસા આપીને કહ્યું કે, આ મારી માનતા સ્વીકારો.

મહિલાએ જણાવ્યું કે, મારા પતિની હ્રદયની તકલીફ હતી તે દુર થાઇ તે માટે મેં માનતા માની હતી. આ બીમારીની સારવાર માટે અમારે ઘણો ખર્ચો થઇ ચુક્યો છે. અંતે ડોકટરે અમને ઓપરેશન કરાવવાનું જણાવ્યું હતું. અને આ વાત સાંભળીને અમે બધા ખુબ જ ચિંતામાં હતા.

ત્યારે મેં માં મોગલની માનતા માની હતી, જો મારા પતિનું ઓપરેશન સારી રીતે થઈ જશે અને તે સાજા થઇ જાય તો હું અમેરિકાથી કબરાઉ આવીને 50 હજાર રૂપિયા માં ના ચરણોમાં ચઢાવીને તમારું ઋણ ચૂકવીશ.

માનતા રાખતા જ મારા પતિનું ઓપરેશન સારી રીતે થઇ ગયું અને તે સ્વસ્ત છે. તેથી હું આજે અહી મારી માનતા પૂર્ણ કરવા માટે આવી છું. ત્યારે બાપુએ કહ્યું માં મોગલે માનતા સ્વીકારી છે અને 50 હજાર રૂપિયામાં 1 રૂપિયો ઉમેરીને પરત આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *