હિન્દુ ધર્મમાં મોરના પીછા નું ખાસ મહત્વ છે. માન્યતાઓ અનુસાર, મોરપીંછમાં તમામ દેવી-દેવતાઓ,9 ગ્રહોનો વાસ માનવામાં આવે છે. ધાર્મિક કથાઓમાં ભગવાન શિવે મા પાર્વતીને પક્ષી શાસ્ત્રમાં વર્ણિત મોરપીંછના મહત્વની જાણકારી આપી છે. એવું કહેવામાં આવે છે કે મોરપિંછ થી તમામ ગ્રહોના ક્લેશને દૂર કરી શકાય છે.
શનિ ગ્રહની શાંતિ માટે
જે લોકોને શનિ ગ્રહ થી પરેશાની થઇ રહી છે. શનિવારના દિવસે ત્રણ મોરપિંછ લો ત્યારબાદ મોરપિંછની નીચે કાળો દોરો બાંધો. હવે થાળી માં પાંખો સાથે ત્રણ સોપારીને મૂકો.થાળી પર ગંગાજળ ને છાંટો અને शनेश्वराय नमः जागर्य स्थापय स्वाहा: મંત્રનો જાપ 21 વાર કરો. મંત્રનો જાપ કરવા ઉપરાંત માટીથી બનેલ ત્રણ દિવામાં તેલ નાખીને શનિદેવને અર્પિત કરો.તેનાથી શનિ સંબધી દોષ દૂર થાય છે.
ચંદ્ર હેતુ
ચંદ્ર માટે સોમવારે આઠ મોરપિંછ લો. પીછા ની નીચે સફેદ દોરો બાંધી લો અને પછી એક સ્ટીલ કે પીત્તળ ની થાળી લો તેમાં આઠ સોપારીઓ અને દોરો બાંધેલ મોરપિંછ રાખો ત્યારબાદ એક લોટામાં ગંગાજળ લો અને થાળી પર છાંટો અને ॐ सोमाय नमः जागय स्थापय स्वाहा: મંત્ર નો જાપ 21 વાર કરો.જે દિવસે ચંદ્ર માટે ઉપાય દિવસમાં કરો તે રાતે પાનના 5 પત્તા ચંદ્રમાને અર્પિત કરતા પ્રાર્થના કરો.
ગુરુ હેતુ
ગુરુ માટે ગુરૂવારના દિવસે 5 મોરપિંછ લો ત્યારબાદ તેમાં પીળા રંગનો દોરો બાંધો. ત્યારબાદ એક થાળીમાં પીંછા ની સાથે પાંચ સોપારીઓ રાખો. ગંગાજળ છાંટતાં 21 વાર આ મંત્ર નો જાપ કરો ॐ बुहस्पते नम: जागय स्थापय स्वाहा:.અગિયાર કેળા ગુરુ દેવતાને અર્પિત કરો.બેસનનો પ્રસાદ બનાવીને ગુરુ ગ્રહને ચઢાઓ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.