માધુરી દીક્ષિતના ગીત પર આ યુવતીએ એવો ડાન્સ કર્યો કે, ધ્રુજી ગયું આખું સોશીયલ મીડિયા- તમે જોયો કે નહિ?

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક યુવતીનો વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જે વિડીઓને જોઇને આખું સોશીયલ મીડિયા ધ્રુજી ઉઠ્યું છે.

બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષિત પોતાની શાનદાર અને દમદાર અભિનય અને સાથે સુંદર ડાન્સને કારણે ખુબ જ જાણીતી છે. તેમનો સમાવેશ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ ડાન્સર્સમાં થાય છે. જેને લીધે તે એક સુપર પોપ્યુલર ડાન્સ રિયાલિટી શોને મેનેજ કરે છે. અભિનેત્રી માધુરી દિક્ષિતની ફિલ્મ લજ્જા 20 વર્ષ પહેલા રીલીઝ થઇ હતી. આ ગીતમાં અભિનેત્રી માંધુરી દિક્ષિત સોન્ગ ‘બડી મુશ્કિલ’ એ ખુબ જ લોકપ્રિય ગીત છે.

જેવી રીતે માધુરી દીક્ષિતે આ ગીત પર પર્ફોર્મ કર્યું હતું, ભાગ્યે જ કોઈ વ્યક્તિ તેમને ટક્કર આપી શકે. પરંતુ હાલમાં જ એક યુવતીના ડાન્સનો વિડીઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમને પણ મજા પડી જશે.

સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી આ યુવતીનું નામ કાશિકા સિસોદિયા છે. જેણે માધુરી દીક્ષિતના ‘બડી મુશ્કિલ’ ગીત પર શાનદાર ડાન્સ કરીને લોકોના દિલમાં જગ્યા જગ્યા મેળવી લીધી છે. કાશિકા સિસોદિયાના ડાન્સનો વિડીઓ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીઓ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અપલોડ કરવામાં આવ્યો હતો અને તેમણે પોતાના શાનદાર ડાન્સને કારણે લોકોના દિલ જીતી લીધા છે.

આ વીડીઓમાં કાશિકા સિસોદિયા લાલ સાડી અને લાલ બ્લાઉઝમાં જોવા મળી રહી છે. કાશિકા સિસોદિયાના વિડીઓને યુટ્યુબ પર અત્યાર સુધી 11 મિલિયનથી વધુ વ્યૂઝ આવી ચુક્યા છે. જયારે બીજી બાજુ આ વિડીઓમાં 173 K લાઇક્સ મળી ચૂકી છે અને બીજી બાજુ ખરાબ રીવ્યુ પણ મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *