વધુ એક યુવક લૂંટેરી દુલ્હનની માયા જાળમાં ફસાયો, લગ્ન નથી થયા તે આ ખાસ વાંચે આ સમાચાર

Luteri Dulhan: ઉત્તરપ્રદેશના બાંદામા પોલીસે લુટેરી દુલ્હન સહિત અન્ય ચાર લોકોની ધરપકડ કરી છે. તે એવા વ્યક્તિઓને શોધતી હતી જેમના લગ્ન થયા ન હોય. તેઓ લગ્નના નામે પહેલાં કે જે તે વ્યક્તિ પાસે પૈસા લેતી હતી. પછી તેમના લગ્ન કરાવતા હતા. આરોપી લગ્ન કરાવ્યા બાદ દુલ્હનની (Luteri Dulhan) વિદાય કરાવી દેતા હતા.

તેમજ દુલ્હન મોકો મળતાની સાથે જ રોકડ અને ઘરેણાઓ લઈ રફુચક્કર થઈ જતી હતી. પોલીસે આ તમામ ચાર લોકોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. બાંદાના દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક લોકો એ તેની સાથે લગ્નના નામે છેતરપિંડી કરી ગયા હતા.

પોલીસે આ મામલાની ગંભીરતા જાણી એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરી દીધી. તપાસ દરમિયાન પોલીસે ચાર લોકોની ધરપકડ કરી જેમાંથી બે મહિલા અને બે પુરુષો હતા. પોલીસ પૂછપરછ દરમ્યાન આરોપીઓએ જણાવ્યું કે તેઓ પહેલા એવા લોકોની શોધખોળ કરતા જેમના લગ્ન થયા ન હોય.

દુલ્હન રોકડ અને ઘરેણાંઓ લઈ ફરાર થઈ જતી હતી
લગ્નના નામે પહેલા પૈસા લેતા હતા. પછી તેના લગ્ન કરાવી છોકરીને વિદાય આપતા હતા. છોકરી સાસરે જતી હતી. શરૂઆતમાં તો તે એકદમ સંસ્કારી વહુ બનીને રહેતી હતી. પછી મોકો મળતાની સાથે જ તે રોકડ અને ઘરેણાંઓ લઈ ફરાર થઈ જતી હતી. પોલીસે આ ચારેય અપરાધીઓને ગિરફતાર કરી જેલને હવાલે કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ગેંગ છેલ્લા કેટલા સમયથી લોકો સાથે ઠગાઈ કરી રહ્યું હતું.

ફરિયાદ બાદ થઈ ધરપકડ
બાંદાના ઉપરી પોલીસ અધિક્ષક જીવરાજ એ જણાવ્યું હતું કે આ ગેંગ ઘણા લોકો સાથે છેતરપિંડી કરી ચૂકી છે. પોલીસે ફરિયાદ મળ્યા બાદ આ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે. આ ગેંગ કાનપુરની છે જે એડવાન્સ લઈને લગ્ન કરાવતી હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ છોકરીએ છ છોકરાઓ સાથે લગ્નની વાત કબૂલી છે. તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે તેઓ લૂંટફાટની વારદાતને પણ અંજામ આપી રહ્યા હતા.