આચાર્ય ચાણક્યને સૌ કોઈ જાણે જ છે, તેઓ (Acharya Chanakya) બુદ્ધિમત્તાથી સમૃદ્ધ હતા. તેઓ અર્થશાસ્ત્ર(Economics), રાજનીતિ વિજ્ઞાન વગેરેના જાણકાર હતા, તેમજ સામાજિક બાબતોની ઊંડી સમજ ધરાવતા હતા. આચાર્યનું જીવન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયું, પરંતુ તેમણે તેમના દરેક સંઘર્ષમાંથી પ્રેરણા લીધી. આખી જીંદગી, આચાર્ય પોતાના અનુભવોના બળે લોકોને મદદ કરતા રહ્યા અને તેમને સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહ્યા. આચાર્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં એવી ઘણી બાબતો લખી છે, જે આજે પણ લોકોના ભવિષ્યને સુધારવામાં મદદરૂપ છે.
જો તમે આચાર્યના શબ્દો પર નજર નાખો, તો તમને તેમના શબ્દો કઠોર અને થોડા કડવા લાગશે, પરંતુ વાસ્તવમાં તે તમને જીવનની વાસ્તવિકતાથી વાકેફ કરવાની વસ્તુઓ છે. જો કોઈ વ્યક્તિ આચાર્યની નીતિઓને યોગ્ય રીતે સમજે અને તેને પોતાના જીવનમાં લાગુ કરવાનો પ્રયાસ કરે, તો તે પોતાનું જીવન ખૂબ જ સરળ બનાવી શકે છે. ચાલો જાણીએ કે, આચાર્યએ જીવનનું સૌથી મોટું સુખ કયુ કહ્યું છે? જે વ્યક્તિ પાસે આ સુખ હોય છે, તેમને સવર્ગની પણ જરૂર નથી.
1. આચાર્ય માનતા હતા કે, કળિયુગમાં લોકોનું સૌથી મોટું દુઃખ તેમના બાળકો છે. આજના સમયમાં બાળક ખોટા રસ્તે નીકળે, માતા-પિતાની વાત ન માને, તેમનું અપમાન કરે તો એ સૌથી મોટું દુ:ખ છે. તેથી, જો તમારું બાળક આજ્ઞાકારી અને સંસ્કારી છે, તો તમારે તમારી જાતને ભાગ્યશાળી સમજવી જોઈએ અને ભગવાનનો આભાર માનવો જોઈએ. તમારા બાળકો તમારા વૃદ્ધાવસ્થામાં તમારો આધાર છે. આવા લોકો માટે આનાથી મોટી કોઈ ખુશી પૃથ્વી પર હોઈ શકે નહીં.
2. કહેવાય છે કે સ્ત્રી ઘર બનાવી શકે છે અથવા તોડી શકે છે. જે વ્યક્તિની સંસ્કારી અને આજ્ઞાકારી પત્ની હોય છે, તે વ્યક્તિ વિશ્વની શ્રેષ્ઠ વ્યક્તિઓમાંની એક છે. આવી પત્ની આખા કુટુંબને બાંધે છે અને આખા કુટુંબને બાંધીને રાખે છે. પત્નીના સારા આચરણથી પતિનું સન્માન પણ વધે છે. આવી પત્ની પોતાના પતિને કોઈ પણ સંજોગોમાં એકલો છોડતી નથી. આવા લોકોએ દરેક ક્ષણે પ્રભુનો આભાર માનવો જોઈએ.
3. કહેવાય છે કે વ્યક્તિને ગમે તેટલું મળે, પરંતુ જો તેને માનસિક શાંતિ ન મળે તો તે પરેશાન રહે છે. તેથી, જેમના મનમાં શાંતિ હોય છે, તેઓ જીવનની દરેક પરિસ્થિતિમાંથી સરળતાથી પસાર થાય છે અને સંતુષ્ટ રહે છે. દરેકને આત્મસંતોષની ગુણવત્તા મળતી નથી. તેથી જે વ્યક્તિમાં આ ગુણો છે તેના માટે આ પૃથ્વી સ્વર્ગથી ઓછી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “જેમની પાસે આ ત્રણ સુખ છે, તેમને સવર્ગની પણ જરૂર નથી- જાણો શું કહે છે ચાણક્ય?”