સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે.
દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ ગુજરાત રાજ્યમાં નોંધાયા છે.ત્યારે ગુજરાતમાં મ્યુકર માઇકોસિસના ઇન્જેકશનની ભારે અછત જોવા મળી રહી છે ત્યારે રવિવારે મોડી સાંજે ઇન્જેકશનનો જથ્થો ગુજરાત આવી પહોચ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સત્તાવાર રીતે જણાવતા કહ્યું છે કે, મ્યુકર માઇકોસિસના ઇન્જેકશન જનરલ હોસ્પિટલો, મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ સંચાલિત તમમ હોસ્પિટલોને ફાળવી દેવામાં આવશે. મ્યુકરમાઇકોસિસના દર્દીઓને ઇન્જેકશનની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે આ આયોજન કર્યુ છે તેવો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા એમ્ફોટેરિસીન-બી ઇન્જેકશન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાશે જેથી તમામ દર્દીઓને ઇન્જેક્શન મળી રહે.
ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓને પણ આરોગ્ય વિભાગના આદેશ મુજબ ઇન્જેકશન આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવી પણ આશા વ્યક્ત કરી છેકે, કોરોનાની મહામારી સામે જેમ જંગ જીત્ય તેવી જ રીતે મ્યુકરમાઇકોસિસ સામે પણ ગુજરાત સફળતા મેળવશે.
સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસિસ રોગનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં અલગથી વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જયારે બીજી બાજુ ખાનગી હોસ્પિટલોમાં મ્યુકરમાઇકોસિસ રોગની સારવાર થઇ રહી છે. આ મ્યુકરમાઇકોસિસ રોગની સારવાર માટે જરૂરી એવા ઇન્જેકશનની અછત સમગ્ર દેશમાં દેખાઈ રહી છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યની મેડિકલ કોલેજો, જનરલ હોસ્પિટલો અને મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોમાં 20,700 જેટલા એમ્ફેટેરિસીન-બી ઇન્જેકશન મોકલી આપવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલ ખાતે Amphotericin B(Lyophillised) ઇન્જેકશનના વિતરણ બાબતે 6357365462 પર સંપૂણ માહિતી મેળવી શકાશે. જે માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇડી chaamphobdistribution@gmail.com પર મોકલવાના રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.