હીરા માટેનાં પ્રખ્યાત પન્નામાં લોકોનાં નસીબ ક્યારે ચમકતા થઈ જાય એનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. અહીંની જમીન એવી છે, કે એક જ ઝટકે લોકોને રંકમાંથી રાજા બનાવી દે છે. આ સમયે દેશમાં કોરોના સંકટને કારણે લોકોનો રોજગાર અટક્યો છે.
પન્નાની આ રત્નગર્ભા ધરતીમાંથી બેશકિંમતી હીરાઓ મળી આવે છે.આ જ કારણે પન્નાનાં યુવાનોની સાથે ગરીબ મજૂરો પણ હીરાની ખાણમાં કામ કરવા માટે ઉત્સુક બન્યા છે.ગુરુવારે મજૂર સુબલને પન્નાની જરુપુર છીછરાની ખાણમાંથી કુલ 3 હીરા મળી આવ્યાં હતાં.
જેનું કુલ વજન સાડા સાત કેરેટ રહેલું છે.આ ત્રણ હીરાનું વજન ક્રમશ 4.45, 2.16, 0.93 કેરેટ રહેલું છે. આ ત્રણેય હીરાનું કુલ વજન 7.52 કેરેટ હતું. સામાન્ય રીતે 1 કેરેટ હીરાની કિંમત કુલ 5 લાખ રૂપિયા હોય છે. આ જ રીતે, એમની કિંમત કુલ 30-35 લાખ રૂપિયાની વચ્ચે માનવામાં આવી રહી છે.
મજૂરોએ આ હીરાને એનાં સાથીદારોની સાથે હીરાની ઓફિસમાં જમા પણ કરાવ્યા છે. હવે હરાજી પછી મજૂરોને આ હીરાની કુલ કિંમત મળશે.
એની બોલી આગામી હરાજીમાં જ હશે તેમજ એ ભાવમાંથી જ બોલી આવશે. તેમાંથી તમામ વેરાનાં કુલ 12% બાદ કર્યા પછી જ બાકીની કુલ 88% રકમ હીરાધારકને હીરા અધિકારી મારફતે જ આપવામાં આવશે, જેનાંથી તે રાતોરાત જ કરોડપતિ બની જશે.થોડા દિવસો પહેલા જ એક મજૂરને કુલ 10.69 કેરેટનો કિંમતી હીરા મળ્યો હતો. જેની કુલ કિંમત અંદાજે કુલ 50 લાખ રૂપિયા હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP