માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. હાઇવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કુલ 3 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે જ્યારે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. મૃતક કારમાં સવાર થઇને માતા ચિંતાપૂર્ણીના દર્શન કરીને પાછાં ફરી રહ્યા હતા.
આ દરમિયાન એક ટ્રક ચાલક ડીઝલ પૂરાવવા માટે પેટ્રોલ પંપ પર વળ્યો ત્યારે જ પાછળથી આવી રહેલ કાર સીધી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઘાયલ યુવતીની ગંભીર સ્થિતિને જોતાં તેને હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે.
મૃતક એકબીજાના સગા-વહાલા હતા. બીજી બાજુ દુર્ઘટના પછી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે ટ્રક ચાલકની વિરુદ્ધ કેસ નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ ડૉ. રમેશ, ડૉ. સંજય સિંગલા તથા કમલદીપ જિંદલ તરીકે થઈ રહી છે.
જયારે યુવતીની ઓળખ પ્રિયા તરીકે થઈ રહી છે કે, જે મૃતક ડૉ. સંજય સિંગલાની પત્ની છે. ચારેય લોકો કારમાં સવાર થઈને ચિંતાપૂર્ણી (હિમાચલ પ્રદેશ)થી હરિયાણામાં આવેલ કાલાંવાલી પાછાં ફરી રહ્યા હતા. આ દુર્ઘટના અંગે વધુ જાણકારી આપતા પેટ્રોલ પંપમાં કામ કરનાર તથા પ્રત્યક્ષદર્શી મોનૂ જણાવે છે કે, સવારનાં 7:30 વાગ્યાની આસપાસ લુધિયાણા તરફથી આવેલ ટ્રક ડીઝલ પૂરાવવા માટે પેટ્રોલ પંપ બાજુ વળી.
આ દરમિયાન પાછળથી ખૂબ જ સ્પીડમાં આવી રહેલ કાર ટ્રકની પાછળ ધડાકાભેર ટકરાઈ જતા 2 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં તેમજ એક વ્યક્તિનું હૉસ્પિટલમાં મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઘાયલ યુવતીને પહેલા બરનાલા હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ગુરતાર સિંહે જણાવે છે કે, ટ્રક અને કાર એમ બંને લુધિયાણા તરફથી આવી રહ્યા હતા. કારમાં સવાર લોકો માતા ચિંતાપૂર્ણીના દર્શન કરીને પાછાં ફરી રહ્યા હતા. માર્ગમાં ટ્રક ચાલક ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ બાજુ વળ્યો ત્યારે પાછળથી કાર ટ્રક સાથે અથડાતાં આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા.
આની સાથે જ સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું હતું. યુવતીની સ્થિતિ ખુબ નાજુક છે. પોલીસ દ્વારા મામલો નોંધીને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ દુર્ઘટના પંજાબનાં બરનાલા જિલ્લામાં આવેલ લુધિયાનામાંથી સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle