Fake officer caught in Surat: રાજ્યમાં નકલીની ભરમાર જામી છે. નકલી ટોકનાકુ, નકલી સરકારી કચેરી, નકલી PMO અને CMO, નકલી PSI, નકલી સરકારી કચેરી, નકલી IPS અને FCI અધિકારી બાદ ગૃહમંત્રીનો નકલી PA બાદ હવે નકલી નેશનલ એન્ટી કરપ્સન એન્ડ એટ્રાસીટી ઓર્ગેનાઈઝેશનનો અધિકારી(Fake officer caught in Surat) ઝડપાયો છે. નકલી અધિકારી બની કોસંબાની પી પી સવાણી યુનિવર્સીટીમા ત્રણ શખ્સો ઘુસ્યા હતા.
સુરતમાં નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનની ઓળખ આપીને ત્રણેય કોસંબાની પી પી સવાણી યુનિવર્સીટીમાં નકલી ડિગ્રી બનાવતા હોવાની તપાસના નામે ઘૂસ્યા હતા. ત્રણેય લોકોએ સંચાલકને માર મારવાની પણ ધમકી આપી હતી. યુનિવર્સિટીના સંચાલકોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. સંચાલકોએ પોલીસને જાણ કરતા નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેકેટરી, સી. બી. આઈ લખેલુ બોર્ડ પણ મળી આવ્યું છે. પોલીસે બે યુવકોની કરી અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
અગાઉ ગૃહ મંત્રીનો નકલી PA ઝડપાયો
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ વરૂણ પટેલ નામના શખ્સે ગૃહમંત્રીના નકલી PA તરીકેની ઓળખ આપી હતી. વરૂણ પટેલે નકલી PAની ઓળખ આપી પોલીસ જવાનો સાથે મારામારી કરી હતી. પોલીસ જવાનોને માર મારી તેમની ગાડીનો પીછો કર્યો હતો. જે સમગ્ર બનાવના પગલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. વરૂણ પટેલ, આકાશ પટેલ અને પુનાક પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી
નકલી IPS પણ ઝડપાયો
થોડા દિવસ અગાઉ સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો હતો. ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ શર્માઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવ્યો હતો. અત્રે જણાવીએ કે, ભાઠે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં CCTVમાં આરોપી ઝડપાયો હતો. પોલીસે આઈકાર્ડ માગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ નકલી આઈપીએસ વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો. રૂપિયા પડાવીને બિહાર ભાગવાની ફિરાકમાં હતો તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube