ઘણી વખત એવું બને છે, કે બાળકોનું સરખું ધ્યાન ન રાખવાને કારણે ધણી વખત મુશ્કેલી સર્જાતી હોય છે. બેંગ્લોરમાં જેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું છે. જ્યાં એક બાળક ભગવાન ગણેશની નાની મૂર્તિ ગળી ગયો હતો. પરંતુ રાહતની અને ખુશનસીબીની વાત તો એ છે કે, સમયસર તેમની સારવાર કરવામાં આવી હતી જેને લીધે તેમનો જીવ બચી ગયો હતો. ડોકટરોએ સમય બરબાદ કર્યા વગર એક્સરે કર્યો હતો અને જાણવા મળ્યું હતું કે, બાળકના ગળામાં મૂર્તિ છે જેથી બાળકની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી અને મૂર્તિને બહાર કાઢવામાં આવી હતી.
આ ધટના કર્ણાટકના બેંગ્લોર શહેરમાં રહેતા બસાવા નામના બાળકની છે. જ્યાં ત્રણ વર્ષનું બાળક અંદાજે પાંચ સેન્ટીમીટર લાંબી ભગવાન ગણેશની મૂર્તિ ગળી ગયો હતો. સમયસર સારવાર મળી રહેતા બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. બાળક રમતમાને રમતમાં ભગવાન ગણેશની મૂર્તિ ગળી ગયો.
જેના કારણે બાળકને છાતીના ભાગની અંદર દુખાવો શરુ થયો હતો. આ બસાવા નામના બાળકને નજીકની મનિપાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસેડવામાં આવ્યો હતો. ત્યાં ડોકટરે એક્સરે કર્યો ત્યારબાદ બાળક જે મૂર્તિ ગળી ગયો હતો તે જે ભાગમાં ફસાઈ હતી તે ભાગ એક્સરેમાં જોવા મળ્યો હતો.
તપાસ દરમિયાન જોવા મળ્યું મૂર્તિ ગળાના ભાગમાં ફસાયેલ હતી. ડોક્ટર દ્વારા એંડોસ્કોપિકથી મૂર્તિને બહાર કાઢ્યા બાદ આશરે ત્રણ કલાક સુધી બાળકને હોસ્પીટલમાં જ નર્સની હાજરી હેઠળ દેખરેખ રાખવામાં આવી અને ચાર કલાક પછી તેમને દૂધ પીવડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.