બિહાર(Bihar)માં કાળઝાળ ગરમી વચ્ચે ગુરુવારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થયું છે. રાજ્યના 16 જિલ્લામાં થોડા કલાકો સુધી વરસાદ, તોફાન અને વીજળી(Bihar Thunderstorm And Lightning) પડવાને કારણે અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે. બિહારના સીએમ નીતિશ કુમાર(CM Nitish Kumar)એ મૃતકોના પરિવારના સભ્યોને આર્થિક મદદ તરીકે 4-4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે, જ્યારે વડાપ્રધાન મોદી(PM Modi) એ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મદદનો ભરોસો આપ્યો.
પીએમ મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં તોફાન અને વીજળી પડવાથી થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, બિહારના ઘણા જિલ્લામાં આંધી અને વીજળી પડવાની ઘટનાઓમાં ઘણા લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. ભગવાન શોકગ્રસ્ત પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયું છે.
બિહાર સરકારે આર્થિક મદદની જાહેરાત કરી:
આ કુદરતી ઘટના પર દુઃખ વ્યક્ત કરતા બિહાર સરકારના વડા નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય તરીકે 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નીતિશ કુમારે ટ્વિટ કરીને લખ્યું કે, રાજ્યના 16 જિલ્લામાં આંધી અને વીજળી પડવાને કારણે 33 લોકોના મોત થયા છે.
મૃતકોના આશ્રિતોને તાત્કાલિક 4-4 લાખ રૂપિયા અને વીજળીના કારણે ઘરના નુકસાન અને પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરીને અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સહાય પૂરી પાડવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
સીએમ નીતિશે વધુમાં કહ્યું કે ખરાબ હવામાનમાં લોકોને સંપૂર્ણ તકેદારી રાખવાની અપીલ છે. વાવાઝોડાને રોકવા માટે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવેલા સૂચનોનું પાલન કરો. ઘરમાં રહો અને સુરક્ષિત રહો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.