આમ આદમી પાર્ટી છોડીને હવે Mahesh Savani એ કર્યો મોટો નિર્ણય- જાણો Trishul news સાથે શું કરી એક્સક્લુસીવ વાત

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિજય સુવાળા બાદ હવે આમ આદમી પાર્ટી(AAP)ના દિગ્ગજ નેતા મહેશ સવાણીએ પણ રાજીનામું(Mahesh Savani resigns) આપી દીધું છે.

રાજીનામાનું કારણ આપતા મહેશ સવાણીએ કહ્યું છે કે, તે હવે રાજકારણમાંથી બહાર આવીને સામાજિક સેવા કરશે. મહેશ સવાણીએ વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં હવે હું નથી. હવે હું પૂર્ણ સમય માટે સેવા જ કરતો રહીશ. વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે, જે સારું કામ કરતા હશે તેમની સાથે હું સામાજિક સેવામાં જોડાઇશ. મને હોદ્દાનો કોઈ મોહ નથી હું સેવાનો માણસ છું. વધુમાં કહ્યું છે કે, મારા પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી. મારું શરીર સાથ નથી આપતું. બધા કહેતા હતા કે તમ રાજકારણના માણસ નથી. મારે બધા પક્ષના નેતાઓ સાથે સારા સબંધ છે.

વધુમાં કહ્યું છે કે, જો ભાજપમાં પણ સેવા કરવાનો મોકો મળે તો હું ભાજપમાં જોડાઇશ. ત્યારે હવે આગામી સમયમાં ભાજપના જોડાઈ તો જવાઈ નહિ. તેમણે કહ્યું કે, જો મને સેવા કરવાનો મોકો મળશે તો ભગવાન પાસે પણ જઈશ. આમ આદમી પાર્ટીમાં હવે ગોપાલ ઈટાલીયા અને ઈશુદાન ગઢવીની જ જોડી વધી છે.

વિજય સુવાળાએ ધારણ કર્યો કેસરિયો:
વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટે સમર્થકો સાથે કમલમ પહોચી ગયા હતા. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાએ કહ્યું હતું કે, હું મારા ઘરે પાછો ફર્યો છું. આજનો દિવસ મારા માટે ખૂબ અમૂલ્ય છે. મારો પરિવાર ત્રણ પેઢીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. રાતનો ભૂલ્યો દિવસે ઘરે પાછો આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભારતીય જનતા પાર્ટી જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી. હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરતો રહીશ.

ત્યારે આ અંગે સી.આર. પાટીલે જણાવતા કહ્યું હતું કે, વિજયભાઈ સુંવાળા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેઓ ફરીથી ઘરે પાછા આવ્યા છે. તેઓ બીજી પાર્ટીમાં જોડાયા ત્યારે પણ મને મળ્યા હતા. આજે હું તેમનું ભાજપમાં સ્વાગત કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *