કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે.
કોરોના વચ્ચે સરકાર દ્વારા સતત માસ્ક, સેનીટાઈજર નો ઉપયોગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કોરોના મહામારી સામેની લડતમાં સરકારની સાથે સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આ ઉપરાંત, ગત ચુંટણીમાં આગળ આવેલ આમ આદમી પાર્ટી કોરોના વચ્ચે સેવાભાવી કાર્ય કરી રહી છે. ત્યારે આજે ફરી એક વખત આમ આદમી પાર્ટીની વિધાર્થી પાંખ ગણાતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સેવા માટે ઉભી થઇ છે.
આદમી પાર્ટીની વિધાર્થી પાંખ ગણાતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ એ એક અનોખી પહેલ શરૂ કરી છે. ઊંજાના આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (cyss) ના ઊંજા તાલુકાના અધ્યક્ષ પટેલ વૈદીક અને મહામંત્રી બારોટ કેવલ અને કહોડા ગામના સાથી મિત્રો અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિના અન્ય પદાધિકારી સાથે મળીને કહોડા ગામને 3 દિવસ સેનીટાઈજ કરવામાં આવ્યું.
આભાર કહોડા,કામ થશે અવીરત.
૨૭/૦૪/૨૦૨૧ આખુ ગામ સેનીટાઇજ કરવા માં સાથ સહકાર આપવા ગ્રામજનો ખુબ ખુબ આભાર ?? @kevalbarot_8055 આભાર મહામંત્રી શ્રી.✌?છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)
અધ્યક્ષ શ્રી, ઉંઝા તાલુકાઆમ આદમી પાર્ટી વિદ્યાથીઁ સંગઠન.
Cyss Gujarat AAP Unjha pic.twitter.com/vVoirpQoyy— patelvaidik (@patelva57911839) April 28, 2021
અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12,955 નવા કેસ નોંધાયા છે અને જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 12,995 રહી છે. રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા કરતાં નવા કેસ કરતાં 40 વધારે છે. રાજ્યમાં અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે નોંધાતી હતી. છેલ્લા 6 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 75.37 ટકા થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.