‘ટિકટોક ગર્લ’ કીર્તિ પટેલ ફરી વિવાદમાં… મારામારીના કેસની અદાવત રાખી યુવતીના ફોટા કર્યા વાઈરલ અને…

હાલમાં વિવાદાસ્પદ ટિકટોક ગર્લ(Tiktok Girl) કીર્તિ પટેલ(Kirti Patel) વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા યુવતીની છેડતી અને ધાકધમકી સહિતની…

હાલમાં વિવાદાસ્પદ ટિકટોક ગર્લ(Tiktok Girl) કીર્તિ પટેલ(Kirti Patel) વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા યુવતીની છેડતી અને ધાકધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા(Social media) પર અગાઉ થયેલી મારપીટ અંગે નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે. કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત(Surat)ના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન(Vastrapur Police Station) અને બાદમાં સેટેલાઇટ(Satellite)માં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, બે મહિના પહેલા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં થયેલા હુમલાની અદાવત રાખીને વસ્ત્રાપુરની એક યુવતીને ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર અશ્લીલ મેસેજ અને ફોટા વાયરલ કરવા બદલ પોલીસે કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધ્યો છે. અગાઉ કોમલ પંચાલ નામની મહિલાએ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જે કેસમાં આ ગુનામાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો. સેટેલાઇટના ગુનામાં પતાવટ કરવા માટે ફરિયાદી મહિલાને કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતા હતા. આથી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

સેટેલાઇટના ગુનામાં અગાઉ નોંધાયેલા કેસમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ પણ આ જ બનાવ અંગે એક મહિલાને હેરાન કરવામાં આવતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસે છેડતી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવશે અથવા અગાઉના કેસની જેમ જ સમાધાન થઈ જશે તેવી અટકળો ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *