સુરતની પ્રખ્યાત એવી ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વારંવાર ચર્ચામાં આવી રહી છે. અગાઉ ઘુવડ મામલે ચર્ચામાં આવી હતી પછી ઘોડે બેસીને યુવાન આવે એ મામલે વિવાદમાં આવી હતી અને હાલમાં તેણે ટિકટોક વીડિયો બનાવવા મામલે એક યુવાન ઉપર જીવલેણ હૂમલો કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. મારામારીના કેસમાં પુણાગામ પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે. પોલીસે કલમ 307ના અને હત્યાના પ્રયાસના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રઘુ ભરવાડ નામના યુવક સાથે છેલ્લાં કેટલાંક દિવસથી માથાકૂટ ચાલતી હતી. જે બાદે કિર્તી પટેલે ટિકટોક પર જોઈ લેવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ રઘુ ભરવાડ પર હુમલો પણ થયો હતો ત્યારે આ કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ ઘુવડ સાથેના ટિકટોક વીડિયો બાદ ચર્ચામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, સુરતના પુણા વિસ્તારમાં Tik Tok સ્ટાર કીર્તિ પટેલનો એક યુવક સાથે વીડિયો બનાવવાને લઇને ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન ઉગ્ર બનેલી કીર્તિ પટેલે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે યુવકે 2 માર્ચની મોડી રાત્રે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલની સાથે જીવલેણ હુમલાનો ગુનો દાખલ કરાવ્યો હતો. યુવકની ફરિયાદના આધારે પુણા પોલીસે 3 માર્ચના રોજ કીર્તિ પટેલની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને જામીન મુક્ત કરવામાં આવી હતી.
શું હતી સમગ્ર ઘટના?
સુરતની કીર્તિ પટેલ પણ ટિકટોક સ્ટાર છે. થોડા દિવસ પહેલા એક વીડિયોને કારણે કીર્તિ વિવાદમાં આવી હતી. આ સમયે કીર્તિએ તેનો વિરોધ કરતા લોકોને સંદેશ આપવા માટે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણીએ પોતાની સાથે એક ઘુવડ રાખ્યું હતું. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ મુજબ ગુનો બનતો હોય આ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.
આ ઘટનામાં કીર્તિને 15 હજાર રૂપિયા અને તેનો વીડિયો ઉતારનારને 10 હજારનો દંડ ફટકરાવામાં આવ્યો હતો. કીર્તિ પટેલને ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન કીર્તિએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા મામલે પોલીસે તેની ધરપકડ કરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ વન વિભાગે કીર્તિ પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.