અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે શરીર સુખની માંગ કરતા મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કુટુંબમાં થતા ભુવાની બ્લેકમેઈલીંગથી મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. પોલીસ દ્વારા બન્ને પક્ષો વચ્ચે થયેલી અઠડામણને લઈને ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે શરીર સુખની માંગ કરીને કહ્યું આપડે બન્ને હોટલમાં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે. જુહાપુરા વિસ્તારમાં રહેતી એક પરણિતાને સંતાન પ્રાપ્તિ માટે ભુવાને ઘરે બોલાવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. ભુવાએ યુવતીને સંતાન પ્રાપ્તિ થાય તે માટે પોતાની શરીર સંબધ બાધવા માટેની વાત કરતા આ મામલો બીચક્યો હતો.
યુવતીએ ભુવાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ભુવા વિરુદ્ધ અરજી થતા તેના ભાઇઓ યુવતીના ઘરે આવ્યા હતા અને ગાળો બોલીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. જેથી યુવતી દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં કહેવાતો ભુવો ઇમ્તિયાઝ હૂસૈન ઉર્ફે જલાલી શેખ, મુબીન, ઇરફાન અને અફરોજ નામના યુવકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જુહાપુરાની આ યુવતીના લગ્નના 13 વર્ષ થયા છે. પરંતુ, લગ્ન બાદ તેને સંતાન પ્રાપ્તિ નહી થતા પડોશમાં રહેતી એક બાળકીને તેને એડોપ્ટ કરી હતી. આ દપંતી ભુવા ઇમ્તિયાઝ હુસૈન શેખ સંપર્કમા આવ્યા. આ ભુવાએ સંતાન માટે દોરાધાગા કરી આપવા યુવતીએ તેને પોતાના ઘરે બોલાવ્યો હતો અને સંતાન પ્રાપ્તિ થતી નથી અને ઘરમાં પણ પ્રોબ્લેમ હોવાનું જણાવ્યું હતું. યુવતીની વાત સાંભળીને ઇમ્તિયાઝ બોલ્યો હતો કે, તારે બાળકો ન થતા હોય તો તારે બીજા પુરૂષ સાથે સંબધ બાંધવો પડે તો તારા બાળકો થાય.
આ દરમિયાન, ઇમ્તિયાઝે પરણિતાને હોટલમાં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે તેવી વાત કરી હતી. ઇમ્તિયાઝની વાત સાંભળીને યુવતી ઉશ્કેરાઇ હતી અને તેને ઘરમાં કાઢી મુક્યો હતો. બાદમાં પોલીસમાં ફરિયાદ આપી હતી. આ ઘટનામાં મહિલાએ ઇમ્તિયાઝ વિરુદ્ધ ફરિયાદ કરતા આરોપીના પરિવારજનોએ મહિલાના ઘરમાં મારામરી કરી હોવાનો આરોપ દપંતીએ લગાવ્યો હતો. વેજલપુર પોલીસ દ્વારા હાલમાં આ આક્ષેપોને લઈને બન્ને પક્ષે ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.