Today Gold rate: આજે સોના-ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નહીં, જાણો 10 ગ્રામ સોનાનો આજનો લેટેસ્ટ ભાવ

Today Gold rate 15 June 2024: ગત દિવસે અમેરિકામાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થતાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે શનિવારે(Today Gold rate 15 June 2024) ભાવમાં કોઈ ફેરફાર નોંધાયો ન હતો. શનિવારે સોનું 71,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. 

આ ટ્રેડિંગ સપ્તાહના 6માં દિવસે એટલે કે, શનિવારે સોનું 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 71,880  રૂપિયા નોધ્યું હતું. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે ગુરુવારે સોનાનો ભાવ 320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 72,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

શનિવારે એટલે કે આજે 100 ગ્રામ ચાંદીની કિંમત 9,040 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 90,400 રૂપિયા છે.

તાજેતરના 14 થી 24 કેરેટ સોનાનો ભાવ(Today Gold rate)

સોનાની કિંમત 22 કેરેટ
1 ગ્રામ: રૂ. 6,604
8 ગ્રામ: રૂ. 52,832
10 ગ્રામ: રૂ. 66,040
100 ગ્રામઃ રૂ. 6,60,400

સોનાની કિંમત 24 કેરેટ
1 ગ્રામ: રૂ. 7,203
8 ગ્રામ: રૂ. 57,624
10 ગ્રામ: રૂ. 72,030
100 ગ્રામ: રૂ. 7,20,300

અમદાવાદ:આજે પ્રતિ ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ

દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ
ચેન્નાઈ: ₹6,649 (22K), ₹7,254 (24K)
મુંબઈ: ₹6,589 (22K), ₹7,188 (24K)
દિલ્હી: ₹6,604 (22K), ₹7,203 (24K)
કોલકાતા: ₹6,589 (22K), ₹7,18 24K)
હૈદરાબાદ: ₹6,589 (22K), ₹7,188 (24K)
બેંગલુરુ: ₹6,589 (22K), ₹7,188 (24K)
પુણે: ₹6,589 (22K), ₹7,166 (24K)

હોલમાર્ક જોયા પછી જ ખરીદો સોનું(Today Gold rate)

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.