ચેમ્પિયન્સ ટ્રોફી: આજે ભારત પાકિસ્તાનનો મહા મુકાબલો, આખી દુનિયાની નજર મેચ પર રહેશે

Champions Trophy India v/s Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ ક્રિકેટ મેચ થાય છે, ત્યારે દર્શકો ખૂબ વધારે ઉત્સાહિત હોય છે. કારણકે બંને દેશોમાં ક્રિકેટ ખૂબ લોકપ્રિય છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈના મેદાન પર રમાશે. (Champions Trophy India v/s Pakistan) આ મેચનો ટોસ થોડીવારમાં થશે. બંને ટીમની પાસે સ્ટાર પ્લેયરની ફોજ છે. જે માત્ર થોડા જ બોલમાં મેચ પલટી નાખવાનું દમખમ ધરાવે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમએ પોતાની શરૂઆતની મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે હારી હતી. હવે સેમી ફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાન માટે આ મેચ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. તેમજ પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાન છે.

ભારત V/S પાકિસ્તાન: ચેમ્પિયન્સ ટ્રોફીમાં આમને સામને
ચેમ્પિયન સ્ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી પાંચવાર સામસામે રમ્યા છે. આ 5 માંથી ભારતને ફક્ત 2 મેચમાં જીત મળી છે ત્યારે પાકિસ્તાનને 3 મેચમાં જીત મળી હતી. છેલ્લી વખતે બંને ટીમ 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામસામે આવી હતી.

ભારત અને પાકિસ્તાનનો હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડેમાં અત્યાર સુધીમાં 135 મેચ રમવામાં આવી છે. 135 માંથી ભારતે 57 મેચ જીતી છે. તો પાકિસ્તાને 73 મેચમાં જીત નોંધાવી છે. 5 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ

પાકિસ્તાની ટીમ
બાબર આઝમ, ઇમામ-ઉલ-હક, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન આઘા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ, કામરાન ગુલામ, ફહીમ અશરફ, મોહમ્મદ હસનૈન, ઉસ્માન ખાન