મેષ:આજનો દિવસ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે વ્યતીત થશે. સંબંધોને વધારે મજબૂત કરવા અને તેમને ખાસ મહત્ત્વ આપવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. આજે તમે કોઇ ષડયંત્ર કે કોઇ પ્રકારની ગુપ્ત યોજનાના શિકાર થઇ શકો છો. આજે સાવધાન રહેવાનો દિવસ છે.
વૃષભ:અચાનક કોઇ શુભ સમાચાર મળવાથી સુખનો અનુભવ થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થઇ શકે છે. લાભદાયક યાત્રાઓ બનવાના પણ યોગ છે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે. બાળકોના અભ્યાસને લઇને ચિંતા રહેશે. ઘરના વાતાવરણને અનુશાસિત જાળવી રાખવું જરૂરી છે.
મિથુન:આજે કરેલી મહેનત અને પ્રયત્ન તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદગાર બનશે. વડીલોનો આશીર્વાદ તમારા જીવનની સૌથી મોટી પૂંજી છે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ તમારું સંપૂર્ણ યોગદાન રહેશે. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવીને રાખો. આજે અકારણ જ મનમાં નિરાશા અનુભવ થશે.
કર્ક:તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદે તમારા કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી આર્થિક સ્થિતિ સારી કરશે. પાડોસી સાથે ક્લેશ અને વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. આ સમયે વાતચીત કરતી સમયે તમારે નરમ રહેવું જરૂરી છે.
સિંહ:આર્થિક દૃષ્ટિથી આજનો દિવસ ઉત્તમ છે. તમારા નજીકના પરિજનોની પરેશાનીઓમાં તેમની મદદ કરવાથી તમને સુખની અનુભૂતિ થશે. પ્રોપર્ટી ખરીદવા સંબંધી જો કોઇ પ્રોગ્રામ બની રહ્યો છે તો સમય સાથ આપશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને લઇને એકાગ્ર રહે. મામા પક્ષ સાથે તમારા સંબંધો મધુર જાળવી રાખો.
કન્યા:દૈનિક દિનચર્યાથી કંટાળીને આજે જ્ઞાનવર્ધક ગતિવિધિઓમાં સમય વ્યતીત કરો. જેના દ્વારા માનસિક શાંતિ મળશે. દૈનિક અને રોજિંદા કાર્યો તેમની ગતિ પ્રમાણે ચાલતાં રહેશે. સમય સારો છે. રાજનૈતિક ગતિવિધિઓથી અંતર જાળવી રાખો. તમે કોઇ ઉપર લાંછન લગાવી શકો છો તથા કોઇ ષડયંત્રનો શિકાર પણ થઇ શકો છો.
વૃશ્ચિક:કામકાજ અને પરિવાર વચ્ચે સારું સામંજસ્ય જળવાયેલું રહેશે. ઈશ્વરીય શક્તિ ઉપર દઢ વિશ્વાસ રાખવાથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન સંબંધિત યોજના બની શકે છે. વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ અને કાબૂ રાખવું જરૂરી છે. આ સમયે બિનજરૂરી યાત્રાઓ પણ સ્થગિત રાખો.
ધન:સમય સર્વ લાભકારી છે. મહેમાનોની અવર-જવર રહેવાથી ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે. તમારા આદર્શવાદી તથા સારા-ખરાબની સમજણ અને વ્યવહાર તમારી સામાજિક છાપને વધારે નિખારશે. ખર્ચ વધારે થશે જેની અસર તમારા બજેટ ઉપર પડશે. કોઇ નજીકના વ્યક્તિ સાથે ગેરસમજ ઊભી થઇ શકે છે.
મકર:સમય પ્રતિષ્ઠા વર્ધક છે. ભાગ્ય તમારા પક્ષમાં નવી ઉપલબ્ધિઓ પ્રદાન કરી રહ્યું છે. તમે તમારી વાણી દ્વારા તમારા વિઘ્નો દૂર કરીને આગળ વધી શકશો. ક્યારેક તમારા વધારે વિચારવાના કારણે લાભની સ્થિતિ હાથમાંથી સરકી શકે છે. કોઇના વ્યક્તિગત મામલાઓમાં વધારે દખલ કરવી નહીં.
કુંભ:ઘરના બધા સભ્ય પોત-પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવશે. જેના કારણે તમે તણાવમુક્ત થઇને તમારા રસ સંબંધિત કાર્યોમાં સમય વ્યતીત કરશો. થોડી નકારાત્મક સ્થિતિઓ પણ ઉત્પન્ન થશે પરંતુ તમે તમારી ક્ષમતાથી તેમનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશો. માત્ર વાણી અને ગુસ્સા ઉપર કાબૂ જાળવી રાખો.
મીન:સંતાનની ઉપલબ્ધિઓને લઇને મનમાં સુકૂન તથા પ્રસન્નતા રહેશે. ઘરમાં બાળકોની કિલકારી સંબંધિત શુભ સૂચના મળવાથી ઉત્સાહભર્યું વાતાવરણ રહેશે તથા નવી વસ્તુઓની ખરીદારી પણ સંભવ છે. થોડાં વિરોધીઓ તમારા કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન કરી શકે છે જેના કારણે વિવાદની સ્થિતિ બની શકે છે. ક્યારેક-ક્યારેક વિપરીત પરિસ્થિતિ હોવાના કારણે તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews