પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)ના જન્મદિવસ(Birthday)થી પીએમ દ્વારા મળેલી ભેટોની ઈ-હરાજી(E-auction) કરવામાં આવી રહી છે. ઈ-ઓક્શનમાં ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)માં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરા(Neeraj Chopra)ની બોલી 10 કરોડને પાર કરી ગઈ છે. જેમાં 1330 સ્મૃતિ ચિન્હો(Souvenirs)ની હરાજી કરવામાં આવી રહી છે. જેમાં વડા પ્રધાનને ટોક્યો ઓલિમ્પિક 2020 અને ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 ના વિજેતાઓ દ્વારા આપવામાં આવેલી ભેટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઈ-ઓક્શન 7 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ જીતાડનાર નીરજ ચોપરાના ભાલાની બેઝ પ્રાઇસ 1 કરોડ રાખવામાં આવી હતી, એક જ દિવસમાં તેની બોલી 10 કરોડ સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંકમાં ગોલ્ડ જીતનાર સુનીલ એન્ટિલની ભાલાની બોલી 3 કરોડ સુધી પહોંચી ગઈ છે. એન્ટિલના ભાલાની મૂળ કિંમત પણ એક કરોડ રાખવામાં આવી હતી. બંને ખેલાડીઓએ આ ભાલાઓ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ સાથે, ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય બોક્સર લવલીના બોરગોહેનના બોક્સિંગ ગ્લોવ્સની કિંમત 10 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ વાદળી રંગના મોજાની પ્રારંભિક કિંમત રૂપિયા 80 લાખ રાખવામાં આવી હતી. તેના પર તેની સહી પણ છે.
આ સાથે, ટોક્યો ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં કાંસ્ય પદક વિજેતા પીવી સિંધુની બેડમિન્ટન અને બેડમિન્ટન બેગની કિંમત 2 કરોડ 20 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જ્યારે બેઝ પ્રાઈસ 80 લાખ રૂપિયા હતી. લોકો ભારતીય મહિલા હોકી ટીમની હોકી પર ઉગ્ર બોલી લગાવી રહ્યા છે. હોકી પર મહિલા હોકી ટીમની ખેલાડીઓએ સહી કરી છે. તેની બેઝ પ્રાઈસ 80 લાખ રૂપિયા હતી, જે હવે વધીને 1 કરોડ 500 રૂપિયા થઈ ગઈ છે. ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમ ચોથા સ્થાને રહી હતી.
ઈ-હરાજી 7 ઓક્ટોબર સુધી ચાલશે, આ ઈ-હરાજી પીએમ મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી, આ ઈ-હરાજી 7 ઓક્ટોબર સુધી ચાલશે. ખેલાડીઓની ભેટો ઉપરાંત, પીએમ મોદીને મળેલ સંભારણું, તેમના જેકેટ અને અન્ય વસ્તુઓ આ ઈ-હરાજીમાં સમાવવામાં આવી છે. આ હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ નમામી ગંગે મિશન માટે કરવામાં આવશે. 2019 માં પણ 2770 વસ્તુઓ સમાન હરાજીમાં સામેલ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.