છત્તીસગઢના એક કોરોના વાયરસ ક્વોરન્ટીન સેન્ટરમાં 580 રૂપિયા પ્રતિ કિલોના ભાવના ટામેટા ખરીદવાનો કિસ્સો સામે આવ્યો છે. કાંકેર જિલ્લામાં ઈમલીપારા ક્વોરન્ટીન સેન્ટરમાં ટામેટાંની મોંઘી ખરીદી કરવામાં આવી છે. સ્થાનિક જનપ્રતિનિધિ ભ્રષ્ટાચારનો ખુલ્લો ખેલ જણાવી રહ્યા છે. જ્યારે અધિકારીઓ આ અંગે મૌન સેવ્યું છે. લોકડાઉન દરમિયાન ઈમલુપારાના ક્વોરન્ટીન સેન્ટરમાં અન્ય રાજ્યમાંથી આવનારા મજૂર અને વિદ્યાર્થીઓના રાખવામાં આવ્યા હતા. આ લોકોના ખાવાની વ્યવસ્થા કરવા માટે ભારે ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
માહિતી અધિકાર અંતર્ગત કરવામાં આવેલી અરજીમાં મળેલા દસ્તાવેજોમાં આ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે. આપવમાં આવેલી જાણકારી પ્રમાણે ઈમલીપારા ક્વોરન્ટીન સેન્ટરમાં શાક બનાવવા માટે ટામેટા પ્રતિ કિલો 580 રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યા હતા. જ્યારે એ સમયે ટામેટાનો વધુમાં વધુ ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો હતો. આ સાથે અન્ય શાકભાજીની કિંમતોનો બજાર ભાવ પણ બિલમાં વધારે લખવામાં આવ્યો હતો.
ઈમલીપારા ક્વોરન્ટીન સેન્ટરમાં ખાધ્ય સામગ્રીની આપૂર્તિ માટે આદિમ જાતી કલ્યાણ વિભાગના જિલ્લા પ્રશાસનને જવાબદારી સોંપવામાં આવી હતી. વિભાગના જવાબદાર અધિકારીઓએ બજાર ભાવ કરતા અનેક ગણો ભાવથી ખરીદી કર્યાના બિલ રજૂ કર્યા તા. આ બિલનું વિભાગે ચૂકવણું પણ કરી દીધું હતું. એટલું જ નહીં ક્વોરન્ટીન સેન્ટર માટે ખરીદવામાં આવેલી સામગ્રીના બિલ ઉપર જીએસટી (GST) અને ટીન (TIN) નંબર સુદ્ધા પણ ન હતા. દસ્તાવેજો પ્રમાણે આ ક્વોરન્ટીન સેન્ટરમાં લોકડાઉન દરમિયાન વ્યવસ્થા બનાવી રાખવા માટે 1.67 કરોડ રૂપિયા ખર્ય કરવામાં આવ્યા હતા.
ઈમલીપારાના ક્વોરન્ટીન સેન્ટરમાં બજાર ભાવથી અનેક ગણા મોંઘા ટામેટા અને અન્ય શાકભાજી ખરીદી કરવા અંગે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના સંસદીય સચિવ શિશુપાલએ કાર્યવાહીની માંગ કરી છે. શિશુપાલે કહ્યું કે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારનો આ ખુલ્લો ખેલ છે. અધિકારીઓએ ગજબ કરી દીધો. આ અંગે જવાબદારો ઉપર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews