ફરી શર્મસાર થઇ મેટ્રો! હવસખોરે લીફ્ટમાં છોકરી સામે પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાઢ્યો અને… CCTV ફૂટેજ થયા વાયરલ

હાલના સમયમાં રોજેરોજ દિલ્હી મેટ્રોનો કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. દિલ્હી મેટ્રો હવે વીડિયો હબ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા…

હાલના સમયમાં રોજેરોજ દિલ્હી મેટ્રોનો કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. દિલ્હી મેટ્રો હવે વીડિયો હબ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પબ્લિક પ્લેસ સાથે જોડાયેલા મોટા ભાગના વીડિયો દિલ્હી મેટ્રોમાંથી જ આવે છે. હાલમાં જ વધુ એક (Delhi Metro molesting woman video) વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પુરુષ મહિલા સાથે ખુબ જ ગંદી હરકતો કરી રહ્યો છે.

આ વીડિયો ખુબ અશ્લીલ છે, તમને વિચલિત કરી શકે છે, તેથી ત્રિશુલ ન્યુજ આ વીડિયો બતાવી શકશે નહીં. આ મામલો રાષ્ટ્રીય રાજધાનીના જસોલા એપોલો મેટ્રો સ્ટેશનનો (Jasola Apollo Metro Station) છે. જ્યાં મેટ્રો સ્ટેશનની લિફ્ટમાં એક પુરુષ ખોટી જગ્યાએ મહિલાને (Delhi Metro molesting woman video) સ્પર્શ કરી રહ્યો છે.

ઘટના બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જણાવ્યું કે તે લિફ્ટની અંદર હતી અને બીજો પુરુષ હતો. તે મહિલાની પાછળ ઉભો હતો અને મહિલાને ખરાબ રીતે સ્પર્શ કરી રહ્યો હતો. પુરુષે મહિલાના પ્રાઈવેટ પાર્ટને પણ સ્પર્શ કર્યો હતો. આ સિવાય તેણે પોતાનો પ્રાઈવેટ પાર્ટ પણ બતાવ્યો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તે ત્યાંથી જતો રહ્યો અને ભાગી ગયો.

મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની હિલચાલ જાણવા માટે જસોલા એપોલો મેટ્રો સ્ટેશન અને તેની આસપાસના સ્થળોના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. પોલીસે કહ્યું- “શુક્રવારે અમને માહિતી મળી હતી કે આરોપી જસોલા એપોલો મેટ્રો સ્ટેશન તરફ આવી રહ્યો છે અને માહિતીના આધારે કાર્યવાહી કરીને, ઘટનાના સંબંધમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.”

પોલીસે આરોપીની ધરપકડ કરી

મહિલાના નિવેદનના આધારે, પુરુષ વિરુદ્ધ IPC કલમ 354A (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ રાજેશ કુમાર છે. જે ખાનગી હોસ્પિટલના મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરે છે. આ ઘટના 4 એપ્રિલની છે જ્યારે પુરુષે મહિલાને લિફ્ટની અંદર એકલી જોઈને તેની સાથે ગંદું કૃત્ય કર્યું હતું. માહિતીના આધારે, ઘટનાના સંબંધમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *