મોટાભાગના લોકોની ટૂથપેસ્ટમાં જોવા મળી રહ્યો છે આ ઝેરી તત્વ, જાણો જલ્દી…

વિવિધ કંપનીઓ પોતાના પ્રોડક્ટના વેચાણ માટે તેનું ભરપુર માર્કેટિંગ કરતી હોય છે. ટૂથપેસ્ટના માર્કેટિંગ માટે પણ વિવિધ કલાકારો અને ક્રિકેટરો પાસે જાહેરાત કરાવવામાં આવે છે. તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પણ તમે એ નહીં જાણ તા હોવ કે તમે જે ટૂથપેસ્ટ વાપરો છો તે તમારા માટે ઝેર સમાન બની શકે છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ સાબુમાં જે પ્રકારના કેમિકલ વપરાતા હોય છે એવા જ કેમિકલનો ઉપયોગ કેટલાંક ટૂથપેસ્ટમાં પણ થતો હોય છે. એ કેમિકલ એટલાં જીવલેણ હોય છે કે, જેનાથી મગજ સંબંધિત રોગ થઈ શકે છે. એટલું જ નહીં તેના ઉપયોગને કારણે માણસ ગાંડો પણ થઈ શકે છે. સાબુ ​​અને ટૂથપેસ્ટમાં મળી આવેલ ટ્રાઈક્લોસૈન નામના કેમિકલ નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર કરે છે.

ટ્રાઈક્લોસૈન, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-માઇક્રોબાયલ એજન્ટ, જે ટૂથપેસ્ટ અને સાબુ જેવી રોજિંદા વપરાતી વસ્તુઓમાં જોવા મળે છે. આ પ્રકારના કેમિકલ કન્ટેન્ટથી આપણા સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન પહોંચી શકે છે. નિષ્ણાંતોનું માનીએ તો આ પ્રકારનું કેમિકલ આપણાં શરીરના મહત્ત્વના ઓર્ગન્સને ફેલ પણ કરી શકે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) હૈદરાબાદના સંશોધનકારોએ દૈનિક ઉપયોગમાં લેવાયેલા ઉત્પાદન જેમ કે ટૂથપેસ્ટ અને સાબુમાં હાનિકારક કેમિકલ ટ્રાઈક્લોસૈન શોધી કાઢયા છે. સંશોધનનાં તારણો તાજેતરમાં યુનાઇટેડ કિંગડમથી પ્રકાશિત એક મુખ્ય વૈજ્ઞાનિક જર્નલ ચેમોસ્ફિયરમાં પ્રકાશિત થયા હતા. ટ્રાઈક્લોસૈન એ એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી-માઇક્રોબાયલ એજન્ટ છે જે માનવ શરીરના નર્વસ સિસ્ટમને અસર કરે છે. આ કેમિકલ રસોડાની વસ્તુઓ અને કપડાંમાં પણ મળી શકે છે. નોંધનીય છે કે, 1960ના દાયકામાં, તેનો ઉપયોગ ફક્ત તબીબી સંભાળ ઉત્પાદનો સુધી મર્યાદિત હતો. તાજેતરમાં યુએસએફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) એ ટ્રાઇક્લોઝન સામેના પુરાવાઓની સમીક્ષા કરી હતી અને તેના ઉપયોગ પર આંશિક પ્રતિબંધ લગાવ્યો હતો.

શોધકર્તાએ જણાવ્યું હતું કે, સુક્ષ્મ માત્રામાં ટ્રાઈક્લોસૈન કેમિકલ ન્યુરોટ્રાન્સમિશન-સંબંધિત જીની અને એન્ઝાઈમને અસર કરે છે. સાથે સાથે તે ચેતાકોષને પણ નુકસાન પહોંચાડે છે. તે જીવતંત્રના મોટર કાર્યને અસર કરી શકે છે. તેઓએ જણાવ્યું હતું કે, માસપેશીઓ અને પ્રવાહીમાં ટ્રાઈક્લોસૈનની હાજરી માનવોમાં ન્યુરો-વર્તનને બદલી શકે છે, જેના કારણે મગજના રોગ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *