ખૂબ જ સુંદર છે ભારતમાં આવેલા આ 5 ગામ, ધરતી પર જ કરાવશે સ્વર્ગનો અનુભવ

સ્વર્ગની કલ્પના કરીએ તો તરત જ આપણી નજર સામે સૌથી પહેલા બરફની ચાદરથી લપટાયેલા પર્વતો, લીલોત્તરીથી ભરપૂર જંગલ અને ઝરણાઓના દ્રશ્ય આવે છે. ભારતમાં કેટલીય…

સ્વર્ગની કલ્પના કરીએ તો તરત જ આપણી નજર સામે સૌથી પહેલા બરફની ચાદરથી લપટાયેલા પર્વતો, લીલોત્તરીથી ભરપૂર જંગલ અને ઝરણાઓના દ્રશ્ય આવે છે. ભારતમાં કેટલીય એવી જગ્યા છે જ્યાંની નયનરમ્ય સુંદરતા સ્વર્ગનો અનુભવ કરાવે છે. જાણો, ભારતના કેટલાક સુંદર ગામડાઓ વિશે જેને જોતાં જ જન્નતનો અનુભવ થઇ જશે. આ ગામમાં પર્વતોની હરિયાળી જોવાલાયક છે તેવું જાણવા મળ્યું છે. ચાલો જાણીએ કયા છે એ 5 સ્થળ.

1.સ્મિત 

મેઘાલયની રાજધાની શિલોન્ગથી લગભગ 11 કિલોમીટર દૂર પર્વત પર સ્મિત ગામ આવેલું છે. આ ગામ કુદરતની સુંદર ચાદર ઓઢેલુ જોવા મળી રહ્યું છે. ભારતનાં આ સુંદર ગામને પ્રદૂષણ રહિત ગામનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. સ્મિત ગામની સુંદરતા જોવાલાયક છે. સ્મિત ગામના લોકો શાકભાજી અને મસાલાની ખેતી કરે છે.

2.માવલિનૉન્ગ, મેઘાલય 

શિલૉન્ગથી લગભગ 90 કિમી અંતર પર આવેલ નાનકડુ ગામ છે.જે માવલિનૉન્ગ નામ થી ઓળખાય છે. આ ગામને એશિયાના સૌથી સાફ ગામનો દરજ્જો મળ્યો છે. પ્રાકૃતિક સુંદરતા વાળું આ ગામ જોવાલાયક સ્થળ છે. અહીં એશિયાનું સૌથી જાણિતું રૂટ બ્રિજ પણ છે તેવું જાણવા માં આવ્યું છે.

3.ખોનોમા 

ખોનોમા ગામ કોહિમાથી 20 કિલોમીટર દૂર આવેલું ગામ છે. અહીં આકર્ષણનું કેન્દ્ર લીલોત્તરી ધરાવતી વાદીઓ છે. જાણવા માં આવેલ છે કે ખોનોમાને એશિયાનું સૌથી પ્રથમ હરિયાળું ગામ જાહેર કરવામાં આવ્યું છે. ખોનોમાં ગામમાં 100થી વધારે પ્રજાતિઓના વન્ય પ્રાણી અને જીવજંતુઓ જોવા મળે છે. ઉપરાંત અહીં લગભગ 250 છોડની પ્રજાતિઓના છોડ પણ મળી આવે છે. આમ ખોનોમાં ગામ પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે પ્રખ્યાત છે.

4.મિરિક 

દાર્જિંલિંગના પશ્ચિમમાં સમુદ્ર તટથી લગભગ 4905 ફૂટની ઊંચાઇ પર આવેલ એક નાનકડું સુંદર મિરિક ગામ છે. અહીંના પ્રાકૃતિક દ્રશ્યો મનમોહક છે. આ ઉપરાંત અહીં આવેલ મિરિક સરોવર આ ગામની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. મિરિક સરોવર દેવદાર વૃક્ષોથી ઘેરાયેલું છે. મિરિક ચાના બગીચા, જંગલી ફૂલોની ચાદર, ક્રિપ્ટોમેરિયાના વૃક્ષ વગેરે આકર્ષણનું કેન્દ્ર છે.

5.મલાના

એવું જાણવા મળ્યું છે કે, માચલના કુલ્લૂ ઘાટીના ઉત્તરમાં પાર્વતી ઘાટીની ચંદ્રખાનીના હરિયાળી વાદીઓમાં સુંદર મલાના ગામ આવેલું છે. આ ગામની સુંદરતાં જોવાલાયક છે. આ ગામ મલાના નદીના કિનારે વસ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *