સંપૂર્ણ વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારીનો બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચુકી ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.સમગ્ર દેશમાં બ્રિટનમાંથી મળી આવેલ સૌથી ભયંકર કોરોનાવાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈને કુલ 20 થઈ ગઈ છે.
બુધવારનાં રોજ કુલ 13 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ દર્દીઓ ક્યાં રાજ્યોમાંથી મળી આવ્યા છે તે હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. મંગળવારનાં રોજ નોંધવામાં આવેલ કુલ 7 દર્દીઓમાંથી 1-1 ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ તથા તેલંગાણાના છે. જ્યારે કુલ 3 લોકો કર્ણાટકના છે.
આઈસોલેશન સેન્ટરમાંથી ભાગેલી મહિલામાંથી નવો સ્ટ્રેન મળ્યો :
બ્રિટનમાંથી પરત ફરેલ આંધપ્રદેશની એક મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. 21 ડિસેમ્બરનાં રોજ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેને આઈસોલેશન સેન્ટરમાં લઈ જવાંમાં આવી હતી. ત્યાંથી તે ભાગીને સ્પેશિયલ ટ્રેનથી પોતાના ઘરે રાજમુદરી પહોંચી ગઈ હતી. મહિલાની સાથે તેનો દીકરો હતો. જો કે, તેના દીકરાનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે.
22 ડિસેમ્બર સુધી દેશમાં પરત આવનાર સંક્રમિતોનુ જીનોમ સીક્વેન્સિંગ જરૂરી :
નવાં સ્ટ્રેનના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. હેલ્થ મિનિસ્ટ્રી જણાવે છે કે, 9 ડીસેમ્બરથી લઈને 22 ડિસેમ્બરની વચ્ચે ભારતમાં આવેલ ઈન્ટરનેશનલ પેસેન્જર્સ, જે સિમ્પ્ટોમેટિક કે સંક્રમિત મળી આવ્યા છે.
તેમનું જીનોમ સિક્વેન્સિંગ ખુબ જરૂરી હશે. જ્યારે 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ થયેલ UKની ઉડાનોને આગળ પણ બંધ કરવામાં આવશે. યુનિયન એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરી જણાવતાં કહે છે કે, મને લાગે છે કે અમારે UKની ફ્લાઈટ્સના સસ્પેન્શનને થોડું વધારવું પડી શકે છે.
શું છે જીનોમ સિક્વેેેંન્સિંગ?
જીનોમ સીક્વેન્સિંગ કોઈપણ વાઈરસની સંપૂર્ણ જાણકારી આપે છે કે, જેમાં વાઈરસનો સંપૂર્ણ ડેટા રહેલો હોય છે. વાઈરસ કેવો હોય છે? કેવો દેખાય છે? તેની જાણકારી જીનોમમાં મળી આવે છે. વાઈરસના મોટા ગ્રુપને જીનોમ કહેવામાં આવે છે. વાઈરસ અંગે જાણવાની પ્રક્રિયાને જીનોમ સિક્વેંન્સિંગ કહેવામાં આવે છે. તેના દ્વારા કોરોનાના નવા સ્ટ્રેન અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle