સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક પ્રેરણાદાયી કહાની સામે આવી રહી છે. કાશ્મીરના બિલાલ અહેમદ ડારની કહાની ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે.
બિબાલ, કાશ્મીરમાં આવેલ બાંદીપોરા જિલ્લાનો રહેવાસી છે. નાનપણથી પોતાના પિતાની સાથે રાજ્યમાં આવેલ વુલર તળાવ પર કચરો ઉઠાવવા માટે જતો હતો. કચરો વીણવામાંથી જે આવક થતી એનાથી પરિવારનું ગુજરાન ચાલતું હતું. આ કામ માટે વિસ્તારના લોકો બિલાલના પિતાને ‘કબાડીવાળા’ના નામથી પ્રખ્યાત હતા.
કેટલાંક વર્ષો અગાઉ બિલાલના પિતા હંમેશાની જેમ તળાવમાંથી કચરો કાઢી રહ્યા હતા. આ દરમિયાન એમનું સંતુલન ખોરવાઈ ગયું તેમજ તેઓ બોટમાંથી નીચે તળાવમાં પડી ગયા હતા. આ ઘટનામાં એમનો એક પગ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જ્યારે એમને ડૉક્ટરની પાસે લઈ જવામાં આવ્યા ત્યારે એમને જાણ થઈ કે, એના પિતાને પગનું કેન્સર છે તેમજ આ તળાવના ઝેરી પાણીને કારણે થયું છે.
થોડા જ મહિનામાં એમનું અવસાન થયું તથા પરિવારની જવાબદારી બિલાલ પર આવી ગઈ. બિલાલ જણાવતાં કહે છે કે, હું માત્ર 8 વર્ષનો હતો ત્યારે મારી માતા અને કુલ 2 બહેનોની જવાબદારી મારી પર આવી હતી. માતાની તબિયત સારી રહેતી ન હતી, એટલે મારે સ્કુલ છોડી દેવી પડી હતી. પિતા જે નોકરી કરતા હતા તે લઈ લેવી પડી. મને ડૉક્ટરની વાત યાદ આવી કે, તળાવના ઝેરી પાણીએ તારા પિતાનો જીવ લીધો છે.
આથી જ મેં નક્કી કરી નાંખ્યું કે, હું તળાવને સાફ કરીને રહીશ. માત્ર 7 વર્ષમાં બિલાલ દરરોજ સવારમાં 6 વાગે જાગીને વુલર તળાવમાંથી કચરો કાઢવા માટે જાય છે. માત્ર 1 દિવસમાં કુલ 15 કિલો પ્લાસ્ટીકની બોટલો, પોલિથીન તેમજ અન્ય કચરો કાઢે છે. ત્યારપછી તે કચરાને એક કબાડીવાળાને વેચી દે છે, જેના એને દરરોજના કુલ 200 રૂપિયા મળી જાય છે.
એક દિવસ કબાડીવાળાએ બિલાલને જણાવ્યું કે, શું તું જાણે છે કે, તે અત્યાર સુધીમાં કુલ 12,000 કિલો પ્લાસ્ટીકનો કચરો મારી પાસે લાવી ચૂક્યો છે ત્યારે બિલાલે વિચાર કર્યો કે, જો આ કામમાં મને મારા મિત્રો મદદ કરે તો તળાવ જલદીથી સાફ થઈ જશે. ત્યારપછી એણે એનાં મિત્રોને તળાવની સફાઈ કરવાં માટે મોટિવેટ કર્યા.
બિલાલણ મહેનત રંગ લાવી. તળાવની સફાઈ કરવાનું કામ થઈ ગયું. તે વિસ્તારના લોકો પણ બિલાલની મદદ કરવા લાગ્યા તથા કચરાવાળો માનવાની જગ્યાએ સામાજિક કાર્યકર્તાના રૂપમાં જાણવા લાગ્યા. વર્ષ 2012-’17માં એક ડોક્યુમેન્ટરી ફિલ્મમેકરે બિલાલ પર ફિલ્મ બનાવી હતી. ત્યારપછી શ્રીનગર નગર નિગમે એને સ્વચ્છતા માટેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. નિગમે જાગૃતતા ફેલાવવા દર મહિને કુલ 10,000 રૂપિયા પણ આપ્યા હતા. PM મોદીએ પણ એની પ્રશંસા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle